જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી 2025માં વોર્ડ નંબર 5 પરથી ચૂંટણી લડી રહેલા અંજલિ આહીર હાલ ચર્ચામાં છે.
જુનાગઢ મનપા ચૂંટણીમાં સૌથી નાની વયના ઉમેદવાર છે, અંજલીએ 22 વર્ષની ઉંમરે નગરપાલીકાની ચુંટણીમાં જંપલાવ્યું છે.
મનપા ચૂંટણીનું પરિણામાં આવી ગયા છે. જેમાં 22 વર્ષીય અંજલી આહીરની હાર થઈ છે.
જૂનાગઢના વોર્ડ નંબર 5 પર કોંગ્રેસ તરફથી અંજલીબેન કેશુભાઈ આહિર (મકવાણા)ને ટિકિટ આપવામાં આવી હતી.
ચૂંટણીમાં હાર મળ્યા બાદ અંજલી આહીરે મીડિયા સામે આવી હતી અને કહ્યું કે, હાર શબ્દ મારા માટે મારી ડિકશનરીમાં જ નથી.
અંજલી આહીર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે. તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને યુ-ટ્યૂબ ચેનલ પર અવારનવાર વીડિયો અને પોસ્ટ મૂકતા રહે છે.
હાર જીત લાઈફમાં આવતી રહેતી હોય છે, પરંતુ યુવાનોએ હાર માનવાની જરૂર નથી.
અંજલીએ કહ્યું કે, રાજકારણમાં રણનીતિ હોતી નથી તમે કાર્ય કરો લોકો તમને લાયક ગણે એ જ મારી તો રણનીતિ છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.