ભક્તો ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર કાપી પરિક્રમા પૂર્ણ કરે છે.
36 કિમીની પરિક્રમામાં પ્રથમ પડાવ 12 કિમીએ આવે છે. બીજો પડાવ 8 કિમીએ, ત્રીજો પડાવ 8 કિમીએ અને ચોથો પડાવ 8 કિમીએ ભવનાથ તળેટીમાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનું માનવામાં આવે છે.
ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે.
માન્યતા પ્રમાણે જે કોઈ આ પરિક્રમા કરે છે તે સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે.