ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ અમુક ભાગમાં વરસાદી ઝાપટા વરસ્યા છે.
આગાહી મુજબ 1 ઓગસ્ટે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે, જ્યારે 2જી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઘેડ પંથકમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ, જ્યારે અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
ભાવનગર, નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ અને અન્ય જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ, જ્યારે અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
હવાન વિભાગની તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.