અમદાવાદ ફ્લાવર શો: ટિકિટ, પાર્કિંગ અને આકર્ષણોની સંપૂર્ણ વિગત જાણો


By Dimpal Goyal03, Jan 2026 10:14 AMgujaratijagran.com

અમદાવાદ ફ્લાવર શો

સાબરમતી રિવરફ્રન્ટ પર આ વર્ષે ફરી એકવાર ફૂલોની સુગંધ પ્રસરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યા બાદ, આ શો હવે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જાણો તેની તમામ વિગતો:

થીમ-કુલ ફૂલો

આ વર્ષનો શો ભારત એક ગાથા થીમ પર આધારિત છે, જે ભારતના ભવ્ય વારસાને દર્શાવે છે.અંદાજે 30 લાખ (ત્રણ મિલિયન) ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વર્લ્ડ રેકોર્ડ

આ વખતે બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. વિશ્વનું સૌથી મોટું ફૂલ પોટ્રેટ અને સૌથી મોટું ફૂલ મંડલા (સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ).

ખાસ પ્રતિકૃતિઓ

ભગવાન શંકર, શ્રી કૃષ્ણ, નટરાજની પ્રતિમાઓ અને ઈસરો (ISRO) ના રોકેટના મોડેલ્સ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.

ટિકિટના ભાવ અને સમયગાળો

આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે. ટિકિટના ભાવ સોમવાર થી શુક્રવાર ₹80 (પ્રતિ વ્યક્તિ) અને શનિવાર અને રવિવાર ₹100 (પ્રતિ વ્યક્તિ).

છ ઝોનમાં ફ્લાવર શો

આખા શોને છ અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દરેક ઝોન પોતાની આગવી ઓળખ ધરાવે છે, ભારતીય તહેવારો અને નૃત્યોનું ચિત્રણ, પ્રાચીન ભારતનો ભવ્ય ઇતિહાસ.

QR કોડ સુવિધા

દરેક ઝોનની માહિતી મેળવવા માટે ઓડિયો ગાઈડ ઉપલબ્ધ છે, જે QR કોડ સ્કેન કરીને સાંભળી શકાય છે.

પાર્કિંગ વ્યવસ્થા

A- પશ્ચિમ બાજુએ મલ્ટીલેવલ કાર પાર્કિંગની દક્ષિણે આવેલો ખુલ્લો પ્લોટ B- પશ્ચિમ બાજુએ ઇવેન્ટ સેન્ટર ગેટ નં.4ની સામે આવેલો ખુલ્લો પ્લોટ C- પૂર્વ બાજુએ આવેલો અટલ બ્રિજની પાસેનો ખુલ્લો પ્લોટ

વાંચતા રહો

અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gold Price Today: જાણો આજે ગુજરાતના કયા શહેરમાં શું છે સોનાનો ભાવ