દરેક ઘરમાં રસોઈ બનાવતી વખતે ટામેટાનો ઉપયોગ તો થતો જ હશે, જે ટેસ્ટમાં લાજવાબ અને સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો, કેટલાક લોકો એવા પણ છે, જેમણે ટામેટા ખાવાનું ટાળવું જોઈએ. તો ચાલો કોણે ટામેટા ના ખાવા જોઈએ?
ટામેટામાં એસિડિક ગુણધર્મો હોય છે, જે એસિડિટીથી પીડિત લોકોની સમસ્યાને વધારી શકે છે.
જે લોકો કિડનીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેમના માટે ટામેટાનું સેવન ખૂબ જ નુકસાનકારક હોય છે. તેમાં રહેલું પોટેશિયમ કિડનીની સમસ્યા વધારે છે.
કેટલાક લોકોને ટામેટા ખાવાથી ખૂબ જ એલર્જી થાય છે. આથી તેમણે ટામેટાનું સેવન ન કરવું જોઈએ.
ટામેટામાં કેટલાક એવા ગુણ હોય છે, જે પાચનની સમસ્યાને વધારી શકે છે. જેનું સેવન કરવાથી નબળા પાચનવાળા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ગર્ભવતી મહિલાઓએ ટામેટાનું વધુ સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી તેમને એસિડિટી અને પાચન સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે.