ઉપવાસ દરમિયાન લોકપ્રિય સાબુદાણાની વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. પરતું શું તમે તેની આડઅસરો વિશે જાણો છો. આવો જાણીએ તેની આડઅસરો વિશે અને કયા લોકોને સાબુદાણાનું સેવન કરતી વખતે વિશેષ કાળજી રાખવી જોઈએ.
સાબુદાણામાં વધુ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોય છે, જે બ્લડ સુગરના સ્તરને વધારી શકે છે. જો તમે ડાયાબિટીસથી પીડિત છો, તો તમારે તેનુ સેવન ટાળવું જોઈએ.
સાબુદાણામાં હાઈ કેલરી અને કાર્બોહાઇડ્રેટ હોય છે, જે વજન વધારી શકે છે. જો વજન ઓછું કરવા માટે ડાયેટીંગ કરી રહ્યા હોવ તો સાબુદાણાનું સેવન ઓછું કરો.
પોટેશિયમના વધુ હોવાથી તે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. જો તમારુ નીચું બ્લડ પ્રેશરની રહેતું હોય તો વધારે પ્રમાણમાં સાબુદાણા તમારા માટે હાનિકારક હોઈ શકે છે.
સાબુદાણા વજન વધારવામાં સહાય કરે છે, જે લાંબા ગાળે થાઈરોઈડની સમસ્યા લાવી શકે છે. થાઈરોઈડના દર્દીઓએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
સાબુદાણામાં થોડી માત્રામાં સાયનાઈડ હોય છે, જેનું વધુ માત્રામાં સેવન કરવાથી મગજ અને હૃદયને નુકસાન પહોંચાડી શકે છે અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે.