બાજરીની તાસિર ગરમ હોવાથી શિયાળામાં તેના લોટના રોટલા કે રોટલી બનાવીને ખાવામાં આવે, તો તે શરીરને ગરમ રાખવા સાથે જ તાકાત આપવામાં મદદરૂપ થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, બાજરી ભારે અને ગરમ તાસિરનું અનાજ હોવાના કારણે, તે કેટલાક લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો આયુર્વેદિક ડૉક્ટર શ્રેય શર્મા પાસેથી જાણીએ બાજરીની રોટલી કોણે ના ખાવી જોઈએ?
જે લોકોને ગેસ, અપચો અને કબજિયાતની ફરિયાદ રહેતી હોય, તેમણે બાજરીના રોટલા કે રોટલી ખાવાનું ટાળવું જ જોઈએ. બાજરીની તાસિર ગરમ અને તે પચવામાં ભારે હોવાથી પાચન તંત્ર પર વિપરિત અસર પડી શકે છે.
પ્રેગ્નેન્ટ મહિલાઓએ ગરમ તાસિર વાળો ખોરાક લિમિટમાં જ ખાવાની સલાહ આપવામાં આવે છે. એવામાં બાજરીની રોટલી વધારે પ્રમાણમાં ખાવાથી ગર્ભસ્થ શિશુ પર વિપરિત અસર થઈ શકે છે.આવી સ્થિતિમાં તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.
નાના બાળકોને બાજરો ઓછો આપવો જોઈએ, કારણ કે તેમનું પાચન તંત્ર વ્યવસ્થિત વિકસિત નથી થયું હોતું. આથી બાજરી વધારે ખાય, તો બાળકને ગેસ અને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. બાળકો માટે હળવો ખોરાક જ ફાયદેમંદ નીવડે છે.
જો તમારી ડાઈઝેશન સિસ્ટમ વ્યવસ્થિત કામ નથી કરતી, તો બાજરીના રોટલા ખાવાથી પેટ ભારે થવું, ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે પચવામાં હળવા અનાજ જેવા કે ઘઉં અને ચણા ખાવા બહેતર રહેશે.
જો તમારું પાચન ઠીક હોય, તો બાજરીના રોટલાને ઘી અથવા લીલા શાકભાજી સાથે ખાઈ શકો છો. જેનાથી તે સરળતાથી પચી જાય છે અને શરીરને તાકાત પણ આપે છે. જો કે બાજરી ખાવામાં ચોક્કસ માપ રાખવું હિતાવહ રહેશે.
જો તમને બાજરી શૂટ ના કરતી હોય, તો તમે ઘઉં, જુવાર કે ચણાના લોટનો ઉપયોગ કરી શકો છો. જે હળવો હોવાની સાથે-સાથે પચવામાં સરળ છે અને શરીરને ભરપુર પોષણ પુરુ પાડે છે.