આપણે ઉનાળાની રાહ સ્વાદિષ્ટ ફળ કેરી માટે જોતા હોઈએ છે, કેરીને ફળોનો રાજા પણ એના અદ્ભૂત સ્વાદના લીધે કહેવામાં આવે છે. કેરીનો રસ, શેક અને લસ્સી પણ ખૂબ જ ખાવામાં આવે છે. પરતું કેટલાક લોકોએ અને કેટલીક પરિસ્થિતીમાં કેરીનું સેેવન ટાળવું જોઈએ, ચાલો જાણીએ વધુમાં
કેરીમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે જે આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે.
કેરી કેટલાક લોકો માટે હાનિકારક બની શકે છે, જેઓને પહેલાથી જ લેટેક્સની એલર્જી હોય તેમણે કેરીથી દૂર રહેવું જોઈએ,આ તમારી તકલીફ વધારી શકે છે
કેરીમાં ફાઈબરની માત્રા વધુ પ્રમાણમા હોતી નથી માટે જેમને પેટની સમસ્યા રહેતી હોય તેમણે કેરી અથવા તેનાથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ
કેરીમાં ઓછા ફાઈબર, હાઈ નેચરલ શુગર અને હાઈ કેલેરી હોય છે જે કારણે તે તમારું વજન વધારી શકે છે, માટે જો તમારો વેઈટ લોસનો ડાયેટ શરુ હોય તો તેમા કેરીનો સમાવેશ ન કરશો
ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી ફાયદાકારક નથી, કારણ કે તેમાં હાઈ કેલરી અને સુગર રહેલુ હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે તેના સેવનથી કુદરતી રીતે ખાંડ વધી શકે છે, અને સુગરની સમસ્યા વધારી શકે છે
કેરી અને લસ્સીને સાથે ખાવાથી એસિડિટી, ગેસ અથવા પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે.