પપૈયામાં પૂરતી માત્રામાં પ્રોટીન, મિનરલ્સ, આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ જેવા ગુણો મળી આવે છે, આનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે
સવારે ખાલી પેટ પપૈયું ખાવું લાભદાયક માનવામાં ઓવે છે. તેમાં ફાઈબર હોય છે, જેથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.
પપૈયુ ખાવાથી સારા કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ મળે છે જેનાથી હાર્ટ સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.
પપૈયામાં રહેલું લાઇકોપીન અને વિટામિન સી ચહેરા પરથી ફ્રી રેડિકલ દૂર કરવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી ચહેરા પર ચમક આવે છે.
પપૈયામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે અને ઘણી બીમારીઓથી તમને રક્ષણ આપે છે
પપૈયામાં પપૈન જોવા મળે છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં એન્ઝાઇમ રહેલું હોય છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
પપૈયામાં ફાઈબર મળી આવે છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.