ઉનાળામાં એસિડિટી સમસ્યાથી ઘણા લોકો પીડાતા હોય છે, આ સ્ટોરીમાં આપણે જોઈશું કે પેટમાં ઉત્પન્ન થતો ગેસ કેવી રીતે ઓછો કરી શકાય?
જો તમને બહારનો કોઈપણ ખોરાક ખાવાથી એસિડિટી થાય છે, તો તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો.
એસિડિટીને દૂર કરવા માટે લીલા ધાણા અને એક ચપટી કાળું મીઠું ભેળવી છાશ પીઓ.
ગોળનું સેવન પાચનતંત્રને સુધારવા માટે પણ ફાયદાકારક છે, ગોળ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, અને સ્વાસ્થ્યની સમસ્યામાં રાહત આપે છે
ઉનાળામાં કેળાનું સેવન કરવાથી એસિડિટી અને ગેસની સમસ્યા દૂર કરી શકાય છે.
એસિડિટીથી છુટકારો મેળવવા વરિયાળીને ગરમ પાણીમાં પલાળી રાખો અને થોડી વાર પછી આ પાણીને ગાળીને પી લો.
તજમાં રહેલા ઔષધીય ગુણો એસિડિટીની સમસ્યા માટે ફાયદાકારક માનવામાં આવે છે, તજના પાવડરને પાણીમાં ભેળવીને પીવાથી પેટ સંબંધિત મોટાભાગની સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે
અહીં અમે એસિડિટીથી છુટકારો મેળવવાના ઉપાયો વિશે વાત કરી. જીવનશૈલી સંબંધિત આવા અન્ય તમામ સમાચારો વાંચવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ