Kidney Beans: રાજમા ખાતા પહેલા જાણી લો નુકસાન, નહીંતર પાછળથી પસ્તાશો


By Sanket M Parekh18, Jun 2025 03:44 PMgujaratijagran.com

હેલ્થ માટે હાનિકારક

પોષક તત્વોથી ભરપુર રાજમા ભલે તમને બહુ ભાવતા હોય, પરંતુ તે દરેક જણ માટે ફાયદેમંદ નથી નીવડતા. કેટલાક લોકોના સ્વાસ્થ્યને રાજમા નુકસાન પણ પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ કઈ કન્ડિશનમાં રાજમા ખાવાનું ટાળવામાં જ ભલાઈ રહેશે.

ડાયેટીશિયનનો અભિપ્રાય

તો ચાલો જાણીએ આરોગ્ય ડાયટ અને ન્યૂટ્રીશન ક્લીનિકના ડાયેટીશિયન ડૉ. સુગીતા મુટરેજા પાસેથી જાણીએ, કેવા લોકોએ રાજમા ના ખાવા જોઈએ....

નબળી પાચનશક્તિ

રાજમા પચવામાં ખૂબ જ ભારે હોય છે. જો તમારી પાચન શક્તિ નબળી હોય, તો રાજમા ખાવાથી તમને ગેસ, એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.આવી સ્થિતિમાં રાજમા ખાવાનું ટાળવું જોઈએ.

દૂબળા-પાતળા લોકો

રાજમા ફાઈબરથી ભરપુર હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના પરિણામે ભૂખ નથી લાગતી અને વજન પણ ઘટી શકે છે. આવી સ્થિતિમાં જેનું વજન પહેલાથી જ ઓછું હોય, તેમણે રાજમા લિમિટમાં જ ખાવા જોઈએ.

પિત્ત પ્રકૃતિ ધરાવતા

રાજમાની તાસિર ગરમ હોય છે. પિત્ત દોષ વાળા લોકોને રાજમા ખાવાથી પેટમાં બળતરા, એસિડિટી અને અપચાની સમસ્યા થઈ શકે છે. આથી પિત્ત પ્રકૃતિ ધરાવતા લોકોએ રાજમા ખાવાથી દૂર જ રહેવું જોઈએ.

સગર્ભા સ્ત્રીઓ

પ્રેગ્નેન્સીમાં રાજમા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ નીવડી શકે છે, પરંતુ તેને વધારે ખાવામાં આવે તો ગેસ, પેટમાં ચૂંક અને સાંધામાં દુખાવા જેવી સમસ્યા વધી શકે છે. આથી સગર્ભા સ્ત્રીઓએ તબીબની સલાહ પ્રમાણે જ રાજમા ખાવા જોઈએ.

બૉડીમાં આયરન અધિક હોય

રાજમા આયરનનો સારો સ્ત્રોત છે. જો તમારા શરીરમાં પહેલાથી જ આયરન વધારે પ્રમાણમાં હોય, તો રાજમા ખાવાથી પેટમાં દુખાવો, ઉલટી અને થાક જેવી સમસ્યા થઈ શકે છે. આથી આવા લોકોએ રાજમા ખાવાથી દૂર જ રહેવું જોઈએ.

કબજિયાતના દર્દી

રાજમામાં રહેલ વધારે ફાઈબર પાચન ક્રિયાને બગાડી શકે છે. આથી જે લોકો પહેલાથી જ કબજિયાતની સમસ્યાથી પીડિત હોય, તેમની હાલત વધારે બદતર બની શકે છે. આવા લોકોએ રાજમા ખાવાનું ટાળવું જ જોઈએ.

Warm Water: નવશેકું પાણી પીવાથી કઈ-કઈ બીમારી દૂર રહે છે