શું તમે જાણો છો, દરરોજ થોડું-થોડું નવશેકું પાણી પીવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે. આયુર્વેદ અને મેડિકલ સાયન્સ, બન્ને નવશેકું પાણી પીવાની સલાહ આપે છે. એવામાં ચાલો PubMedની રિપોર્ટ પરથી જાણીએ નવસેકુ પાણી પીવાથી કઈ-કઈ બીમારીઓ દૂર થાય છે
નવશેકું પાણી ખોરાકને જલ્દી પચવામાં મદદ કરે છે. જે પેટમાં જામેલ ટૉક્સિન્સને બહાર નીકાળે છે અને કબજિયાતમાં રાહત આપે છે.
ગરમ પાણી પીવાથી ગળાની ખરાશ, બંધ નાક, કફમાં રાહત મળે છે. આવું પાણી શ્વાસનળીને પણ સાફ કરે છે અને વાયરલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે.
સવારે ખાલી પેટ નવશેકું પાણી પીવાથી મેટાબૉલિઝમ તેજ બને છે. જેના પરિણામે ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન ઉતારવામાં મદદ મળે છે.
ગરમ પાણી પરસેવા અને પેશાબ થકી શરીરના વિષયુક્ત તત્ત્વ અર્થાત ટૉક્સિન્સને બહાર નીકાળે છે. જેના પરિણામે સ્કિન પણ સાફ અને ચહેરો ચમકદાર બને છે.
નવશેકું પાણી પીવાથી સોજા ઓછા થાય છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. જેના પરિણામે સાંધાના દુખાવામાં આરામ મળે છે.
મહિલાઓ માટે પીરિયડ્સના સમય દરમિયાન નવશેકું પાણી પીવાથી દુખાવા અને પેટમાં ચૂંકથી રાહત મળે છે. જે માંસપેશીઓને રિલેક્સ કરે છે.
જો તમને વારંવાર ગેસ બનતો હોય અને અપચાની સમસ્યા રહેતી હોય, તો તમારા માટે જમ્યાની થોડી મિનિટો બાદ થોડું નવશેકું પાણી પીવું ફાયદેમંદ રહેશે. જે પેટને હલકું કરી નાંખશે.