આ લોકોએ કઢી ન ખાવી જોઈએ?


By Smith Taral21, May 2024 12:57 PMgujaratijagran.com

ભારતમાં કઢીને ખૂબ પસંદ કરવામાં આવે છે, આને ખીચડી અને ભાત સાથે ખાવામાં આવે છે. ભજીયા અને ગોટા સાથે પણ ખાટી કઢીનું સેવન કરવામાં આવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તેને ખાવાના ઘણા ગેરફાયદા પણ છે. આવો જાણીએ ડાયટિશિયન રિતુ પુરીજી પાસેથી કોણે કઢી ન ખાવી જોઈએ?

એસિડિટી છે

પાચન સંબંધી સમસ્યાઓમાં કઢીનું સેવન કરવું નુકસાનકારક હોઈ શકે છે, તેનાથી એસિડિટી થવાની સંભાવના છે

થાઇરોઇડ

જે લોકો થાઈરોઈડની સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમને કઢીથી દૂર રહેવું જોઈએ, આમાં કેસીન નામનું પ્રોટીન હોય છે, જે થાઈરોઈડની સમસ્યાને વધારી શકે છે

ગર્ભાવસ્થા દરમિયાન

ગર્ભવતી સ્ત્રીઓ એ પણ ચણાના લોટ અને દહીંથી બનેલી કઢી ખાવાનું ટાળવું જોઈએ. આના કારણે, તમને ગર્ભાવસ્થા દરમિયાન ખાટા ઓડકાર, એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કિડનીની સમસ્યા

કઢીમાં મોટી માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. આવામા, જો કીડનીની સમસ્યામાં તમે કઢીનું સેવન કરો છો તો તેનાથી તમારી તકલીફ વધી શકે છે

કિડનીની સમસ્યા

કઢીમાં મોટી માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. આવામા, જો કીડનીની સમસ્યામાં તમે કઢીનું સેવન કરો છો તો તેનાથી તમારી તકલીફ વધી શકે છે

શરદી અને ઉધરસ

જો તમને વારંવાર શરદી થાય છે, તો તમારે કઢી બિલકુલ ન ખાવી જોઈએ. આનાથી શરદી ઉધરસ મટશે નહી અને સમસ્યા વધશે

ડાયાબિટીસમાં

ડાયાબિટીની સ્થિતીમા પણ કઢી ખાવી નુકસનકારક હોઈ શકે છે, માટે તમારે ચણાના લોટમાંથી બનેલી કઢી બિલકુલ ન ખાવી જોઈએ.

એલર્જી

ચણાનો લોટ અને દહીં ખાધા પછી ઘણા લોકોને ત્વચાની એલર્જી થાય છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો કઢીનું સેવન ટાળો.

ન્યુટ્રિશનિસ્ટ રાત્રિભોજનમા કરવામાં આવતી આ ભૂલો વિશે જણાવે છે