આ લોકો ભૂલથી પણ ન ખાઓ વટાણા, જાણીલો નુકસાન


By Prince Solanki16, Dec 2023 03:51 PMgujaratijagran.com

લીલા વટાણા

ઠંડીમાં લીલા વટાણાની શાકભાજી ખૂબ જ બનતી હોય છે. શરીર માટે વટાણા ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ કેટલાક લોકો માટે તે નુકસાન કારક પણ હોય છે.

પોષકતત્વો

વટાણામાં ઘણા પ્રકારના પોષકતત્વો રહેલા હોય છે. વટાણામાં ફાઈબર, પ્રોટીન, વિટામિન એ, વિટામિન ડી અને પૈંન્ટોથૈનિક એસિડ રહેલું હોય છે.

કોના માટે નુકસાનકારક?

ચલો જાણીએ કોના માટે વટાણાનું સેવન કરવું નુકસાન કારક હોય શકે છે અને શરીરમાં સમસ્યાઓ વધારી શકે છે.

ડાયરિયાની સમસ્યા

જો તમે વધારે માત્રામાં લીલા વટાણાનું સેવન કરો છો તો ડાયરિયાની સમસ્યા થવાની સંભાવના વધી જાય છે.

ઈજા થઇ હોય

જે વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઇજા થઇ હોય તો તે વ્યક્તિએ લીલા વટાણાનું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણકે વટાણાના સેવનથી ઈજા જલ્દી સાજી થતી નથી.

યુરિક એસિડ

જે લોકો યુરિક એસિડના દર્દીઓ છે તેમણે લીલા વટાણાનું સેવન ન કરવું જોઈએ. વટાણા ખાવાથી યુરિક એસિડ વધી જાય છે.

કિડનીના દર્દીઓ

જો તમે કિડનીના દર્દી છો, તો વટાણાનું સેવન કરવાનું ટાળવું જોઈએ. લીલા વટાણાના સેવનથી કિડની પર ખરાબ અસર પડે છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

વાળ સાથે જોડાયેલી સમસ્યાઓ માટે આ રીતે કરો લસણનો ઉપયોગ