સાવધાન..! આવા લોકો માટે ઝેર સમાન છે કારેલા, ભૂલથી પણ ના ખાશો


By Sanket M Parekh10, Sep 2023 04:18 PMgujaratijagran.com

કારેલા

કારેલા ભલે સ્વાદમાં કડવા હોય, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ગુણકારી હોય છે.

પોષક તત્વ

કારેલાના શાકમાં વિટામિન-સી, જિંક, પોટેશિયમ, આયરન જેવા પોષક તત્વો મળી આવે છે. જેના પગલે લોકો તેને પોતાની ડાયટનો હિસ્સો બનાવે છે.

હાનિકારક

શું તમે જાણો છો કે, ગુણોથી ભરપુર કારેલા અનેક વખત તમારા માટે હાનિકારક પણ નીવડી શકે છે?

લો બ્લડ સુગર

જો તમને લો બ્લડ સુગરની સમસ્યા હોય, તો તમારે ભૂલથી પણ કારેલા ના ખાવા જોઈએ, નહીંતર બ્લડ સુગર લેવલ વધારે લો થઈ શકે છે.

ગર્ભવતી મહિલા

કારેલાની વચ્ચે રહેલ મેમોરચેરિન તત્વ ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય માટે નુક્સાનદાયક નીવડી શકે છે. આથી પ્રેગ્નેન્ટ મહિલાઓ કારેલા ખાવાનું ટાળે.

લિવર માટે હાનિકારક

જો તમે દરરોજ કારેલાના જ્યૂસનું સેવન કરી રહ્યા હોવ, તો તે લિવરના સ્વાસ્થ્ય માટે નુક્સાનદાયક નીવડી શકે છે, કારણ કે કારેલામાં લેક્ટિન રહેલું હોય છે.

ડાયેરિયા

જરૂરતથી વધારે કારેલા ખાવાથી ડાયેરિયા અને ઊલટીની સમસ્યા વધી શકે છે. આથી આપણે દરરોજ કારેલા ખાવાથી બચવું જોઈએ.

પેટ દર્દ

જો તમે દરરોજ કારેલાનું સેવન કરી રહ્યાં હોવ, તો તેનાથી તમને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

પેટની ચરબી ઘટાડવા માટે આ ત્રણ પ્રકારની ખીચડી ખાવ