સ્વસ્થ રહેવા માટે હંમેશા હળવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે અને હળવા ખોરાકની વાત આવે તો ખીચડીને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
જે લોકોને ચરબીની સમસ્યા હોય તેને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેના વજન ઘટાડવાના ખોરાકમાં ખીચડીનો સમાવેશ કરે,તે એકદમ પૌષ્ટિક છે અને ટેસ્ટી પણ લાગે છે.
સૌ પ્રથમ સાબુદાણાને ધોઈને 2 કલાક પાણીમાં પલાળી રાખો, હવે તેને પાણીમાંથી બહાર કાઢીને નિચોવી લો, એક પેન ગરમ કરો તેમાં તેલ કે ઘી નાખી ગરમ કરો અને તેમાં જીરું,લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખો.
તેમાં નીતારેલા સાબુદાણા નાખીને બરાબર મિક્સ કરી લો,મીઠું અને હળદર પાવડર નાખીને બરાબર મિક્સ કરો અને તેમાં બાફેલા બટેટા,શેકેલી મગફળી,લીંબુનો રસ અને ગરમ મસાલો નાખો.
ચોખા અને મગની દાળને ધોઈને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો,પછી થોડી વાર પછી ગાળી લો, શાકભાજીને બારીક કાપો,મોટા પેનમાં નાખો, તેલ કે ઘી ગરમ કરો તેમાં મીઠા લીમડાના પાન,જીરું અને લવિંગ નાખો.
તેમાં તમાલપત્ર,તજ,કાળા મરી અને ઘી નાખીને ફ્રાય કરો, પછી તેમાં સમારેલા તમામ શાકભાજી ચોખા,હળદર,લાલ મરચું અને મરચું પાવડર નાખો.
હવે આ બધુ મિશ્રણને કુકરમાં નાખો અને પછી તેમાં 3 કપ પાણી નાખીને ઢાંકણ બંધ કરી દો. 1-2 મીટી પછી ગેસ બંધ કરી દો.
ચોખા અને મગની દાળ ને પાણીમાં ધોઈ લો તેને કુકરમાં મૂકો,હવે તેમાં મીઠું,હળદર નાખો અને ઢાંકણ બંધ કરો.
3-4 સીટી વાગે પછી ગેસ બંધ કરી દો લગભગ 20 મિનિટ પછી ઢાંકણ દૂર કરો, એક નાની કડાઈમાં 1 ચમચી તેલ ગરમ કરો તેમાં સહેજ ગરમ થાય એટલે તેમાં સરસવના દાણા નાખો.
જ્યારે તે તડકા મારવા લાગે ત્યારે તેમાં મીઠા લીમડાના પાન,જીરું અને લસણ નાખો, તેમાં લાલ મરચું પાવડર અને જીરું-ધાણા પાવડર નાખીને બરાબર મિક્સ કરો અને તેમાં બાફેલી ખીચડી નાખો.