આ વખતે સપ્ટેમ્બર મહિનામાં પણ ગરમીએ લોકોની હાલત દયનીય બનાવી છે,હાલમાં દેશમાં મોટાભાગના વિસ્તારમાં ઉનાળાની ઋતુ ચાલુ છે.
ગરમીથી રાહત મેળવવા માટે લોકો આવારનવાર સોફ્ટ કે ઠંડા પીણાંનો સહારો લે છે,પરંતુ ડોક્ટરો આ પીણાંના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે.
તાજેતરમાં એક અહેવાલમાં જાણવા મળ્યુ છે કે દરરોજ સુગરયુક્ત અથવા સોડા પીવાથી લીવર કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે,અમે તમારા માટે કેટલાક હેલ્દી ડ્રિંક્સ લાવ્યા છીએ.
ગ્રીન ટીમાં કેટેચીન્સ નામનો એક પ્રકારનો પોલિફીનોલ હોય છે જે તેમના શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ ગુણધર્મો માટે જાણીતું છે, ગ્રીન ટી લીવર એન્ઝાઇમનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.
લીવરમાંથી ઝેર બહાર કાઢવા માટે જાણીતા ઘણા સાઇટ્રસ ફળોમાંનું એક લીંબુ છે,તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે લીવરની ઘણી બીમારીઓને રોકવામાં મદદ કરે છે.
કોફીને યકૃતના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ પીણામાંનું એક માનવામાં આવે છે, આ પીણામાં એન્ટીઓક્સીડન્ટ ગ્લુટાથિઓન હોય છે,જે શરીરમાં હાનિકારક મુક્ત રેડિકલને તટસ્થ કરે છે.