અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ અને સ્ક્રીન ટાઇમ વધુ હોવાના કારણે ઊંઘ ના આવવાની સમસ્યા જોવા મળે છે. શું તમે જાણો છો તમારા રસોઇ ઘરમાં રહેલા મસાલા તમારી ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરી શકે છે.
જીરાના પાણીનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઇ શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં જીરું નાખીને ઉકાળો. પાણીનો રંગ બદલાવા પર તેને ગાળીને સેવન કરવાથી સારી ઊંઘ આવે છે.
પોષકતત્ત્વોથી ભરપૂર ફુદીનાનું પાણી શરીરને હેલ્ધી રાખવાની સાથે તમારી ઊંઘની સમસ્યાને પણ દૂર કરે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં ફુદીનાનાં પત્તા ઉકાળીને સેવન કરો.
જાયફળમાં સેલેનિયમ, કોપર, વિટામિન સી અને બીટા કેરોટીન જેવા પોષકતત્ત્વો રહેલા છે. આ માટે જાયફળને તમારા ડાયેટમાં સામેલ કરીને રાત્રે નિરાંતની ઊંઘ લઇ શકો છો.
અજમાનું સેવન કરવાથી પાચન તંદુરસ્ત રહે છે, સાથે મગજ પણ શાંત રાખી શકો છો. આ માટે અજમો ચાવવો અથવા ચા બનાવીને પીવો. આનાથી ઊંઘ સારી આવી શકે છે.