ઠંડી અને ગરમ વસ્તુઓ એક સાથે ખાવાથી આ નુકસાન થાય છે


By Hariom Sharma09, Sep 2023 07:28 PMgujaratijagran.com

ઘણાં લોકો ઠંડી અને ગરમ વસ્તુ એક સાથે સેવન કરે છે, જે શરીર માટે નુકસાનકારક હોય છે. આવું કરવાથી દાંતની સાથે સાથે કફની પણ સમસ્યા થઇ શકે છે. આવો જાણીએ ઠંડુ અને ગરમ એક સાથે ખાવાથી શું નુકસાન થાય છે.

પાચનતંત્રમાં સમસ્યા

ઠંડી- ગરમ વસ્તુઓ એક સાથે સેવન કરવાથી પાચનતંત્રની સમસ્યા સર્જાઇ શકે છે. આમા તમને ગેસ, અપચો અને ઘણી વાર પેટમાં દુખાવા જેવી સમસ્યા થઇ શકે છે.

દાંતની સમસ્યા

જો તમારા દાંત સેન્સિટિવ છે તો ઠંડુ અને ગરમ એક સાથે ખાવાથી સેન્સિટિવીટીની સમસ્યા વધી શકે છે. એટલું જ નહીં લાંબા સમયે સુધી આ આદત ફોલો કરવાથી દાંત કમજોર પણ પડી શકે છે.

ગેસની પ્રોબ્લેમ

ખાવાનું કોમ્બિનેશન જો બરાબર ના હોય તો ગેસ બનવાની સાથે અપચાની સમસ્યા પણ વધી શકે છે. જો તમે ઠંડી અને ગરમ વસ્તુઓનું સેવન એક સાથે કરો છો તો ગેસ બનવા જેવી સમસ્યા થઇ શકે છે.

કફની સમસ્યા

ઠંડુ અને ગરમ એક સાથે ખાવાથી કફની સમસ્યાનું કારણ બની શકે છે. ઘણી વાર આઇસક્રીમ અને ગરમ સૂપનું એક સાથે સેવન કરવાથી ગળાની સમસ્યાની સાથે સાથે કફ પણ થઇ શકે છે.

એસિડ રિફ્લક્સ અને એસિડિટી

ઠંડી અને ગરમ વસ્તુઓ એક સાથે ખાવાથી પાચનતંત્રની કાર્યક્ષમતા પર અસર થઇ શકે છે. એવામાં ખોરાક રીતે પચતો નથી, જેના કારણે કબિજયાત અને એસિડ રિફ્લક્સની સમસ્યા થઇ શકે છે.

ડોકના દુખાવા માટે રામબાણ છે આ યોગાસન, નિયમિત કરવાથી મળશે જબરદસ્ત ફાયદો