ડોકના દુખાવા માટે રામબાણ છે આ યોગાસન, નિયમિત કરવાથી મળશે જબરદસ્ત ફાયદો


By Sanket M Parekh09, Sep 2023 04:11 PMgujaratijagran.com

સેતુબંધાસન

આ આસન કરવાથી તમારી માંસપેશિયો સુધી બ્લડ સપ્લાય યોગ્ય રીતે થાય છે. જેનાથી દુખાવામાં આરામ મળે છે. ડોકના દુખાવાથી આરામ મેળવવા માટે દરરોજ આ આસન કરવું જોઈએ.

માર્જરાસન

આ આસન કરવાથી તમારી સ્પાઈનલ કોડને મજબૂતી મળે છે. આ સાથે જ ડોકનો દુખાવો પણ દૂર થશે.

શવાસન

શવાસન કરવાથી ડોકના દુખાવામાં આરામ મળે છે. તેના અભ્યાસ કરવા દરમિયાન શરીર સંપૂર્ણ રીતે રિલેક્સ થઈ જાય છે. જે શારીરિક અને માનસિક થાક દૂર કરે છે અને હાઈ બ્લડ પ્રેશરમાં આરામ અપાવે છે.

વીરભદ્રાસન

આ આસનને કરવાથી તમારી બૉડી પૉશ્વર ઠીક થાય છે. આ સાથે જ ડોગ તેમજ શરીરના અન્ય ભાગોમાં થતા દુખાવામાંથી છૂટકારો મળે છે. જેનાથી તમારે સ્પાઈનલ કોડ સીધો રહે છે અને બ્લડ સર્ક્યુલેસન યોગ્ય રીતે થાય છે.

ઉત્તનાસન

બૉડીની ફ્લેક્સિબિલિટી વધારવા માટે તમે ઉત્તનાસન કરો. જેનાથી શરીર લચીલુ બને છે. દરરોજ 5-10 મિનિટ સુધી આ આસનનો અભ્યાસ કરવાથી કમર દર્દ અને ડોકના દુખાવામાં રાહત મળે છે.

નૌકાસન

દરરોજ નૌકાસનનો અભ્યાસ કરવાથી પીઠ દર્દની સમસ્યા સાથે જ ડોકનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે. જે બૉડીની બેલેન્સિંગ પાવરને વધારે છે. આ સાથે જ પેટની ચરબી પણ ઘટાડે છે.

ભુજંગાસન

જેને કરવાથી શરીરની માંસપેશીઓ ખેંચાય છે. જે શરીરના દુખાવાને ઓછો કરવામાં મદદ કરી શકે છે. આ આસન ડોકનો દુખાવો પણ દૂર કરી શકે છે.

લાંબા સમય સુધી રહેશો નિરોગી, દરરોજ સવારે સફરજનથી બનેલી આ હેલ્ધી સ્મૂદી પીવો