લાંબા સમય સુધી રહેશો નિરોગી, દરરોજ સવારે પીવો સફરજનથી બનેલી આ હેલ્ધી સ્મૂદી


By Sanket M Parekh09, Sep 2023 04:05 PMgujaratijagran.com

એનીમિયાથી આરામ

શરીરમાં લોહીની ઉણપ થવા પર દરરોજ સવારે એપ્પલ સ્મૂદીનું સેવન ફાયદેમંદ હોઈ શકે છે. જેમાં મળી આવનાર આયરન શરીરમાં હીમોગ્લોબિનના લેવલને વધારવામાં મદદ કરે છે, જેનાથી લોહીની ઉણપ દૂર થાય છે.

પાચનમાં સુધારો

દરરોજ એપલ સ્મૂદીનું સેવન પાચન તંત્ર માટે પણ ફાયદેમંદ હોય છે. જેમાં મળી આવતું ફાઈબર પાચન ક્રિયા સુધારે છે, જેનાથી કબજિયાત વગેરેની સમસ્યા દૂર કરવામાં મદદ મળી શકે છે.

કોલેસ્ટ્રૉલ કંટ્રોલ કરશે

હાઈ કોલેસ્ટ્રૉલની સમસ્યા થવા પર એપ્પલ સ્મૂદીનું સેવન ફાયદેમંદ નીવડી શકે છે. જેમાંથી મળી આવતું ફાઈબર હાનિકારક કોલેસ્ટ્રૉલરને ઓછું કરવામાં મદદ કરે છે, જેનાથી હાર્ટ સબંધિત બીમારીનો ખતરો ટળી શકે છે.

આંખ માટે ફાયદેમંદ

એપ્પલ સ્મૂદીમાં વિટામિન-એ સારા પ્રમાણમાં મળી આવે છે, જે આંખોને હેલ્ધી રાખવામાં અને આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.

મોટાપાથી છૂટકારો

મોટાપાની સમસ્યાથી પરેશાન હોવ, તો સફરજનથી બનેલી સ્મૂદી ફાયદેમંદ નીવડી શકે છે. સફરજનમાં ફાઈબરનું સારું પ્રમાણ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. જેથી ધીમે-ધીમે વજન ઓછું થવા લાગે છે.

ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદેમંદ

એપ્પલ સ્મૂદીમાં રહેલ વિટામિનિસ તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેથી વાયરલ ઈન્ફેક્શન વગેરેની સમસ્યાથી બચી શકાય છે.

ખાલી પેટ અજમાનું પાણી પીવાથી આ 8 બીમારીઓ દૂર થશે