ઉનાળો આવતાની સાથે જ લોકો શેરડીનો રસ પીવાનું પસંદ કરે છે. શેરડીનો રસ કાળઝાળ ગરમીમાં રાહત આપે છે. પરંતુ કેટલીક બિમારી હોય તેણે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ
જે લોકોના બ્લડ સુગર વધે છે. તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. તેમાં ઘણી બધી કુદરતી ખાંડ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે સમસ્યાઓનું કારણ બની શકે છે.
જે લોકોને પાચન યોગ્ય રીતે થતું નથી અથવા તેમને સરળતાથી ફૂડ પોઇઝનિંગ થાય છે, તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ. ઉલટી કે ઉબકા આવે તો પણ શેરડીનો રસ ન પીવો.
જે લોકોનું વજન વધારે છે તેમણે પણ શેરડીનો રસ ટાળવો જોઈએ, કારણ કે તેમાં રહેલી ખાંડ વજનને વધુ વધારી શકે છે.
જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છે અથવા લોહી પાતળું થવાની સમસ્યા છે તેમણે શેરડીનો રસ ન પીવો જોઈએ, કારણ કે શેરડીમાં પોલિકોસાનોલ નામનું સંયોજન હોય છે જે લોહીને પાતળું કરે છે.
જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે હોય અથવા હૃદય સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય. તેમણે શેરડીનો રસ પીવાનું પણ ટાળવું જોઈએ અથવા પહેલા તેમના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.