Rice Water: ચોખાનું પાણી કોણે ના પીવું જોઈએ?


By Sanket M Parekh03, Jul 2025 04:08 PMgujaratijagran.com

ભાતનું ઓસામણ

આપણા દરેકના ઘરમાં દરરોજ ભાત તો બનતા જ હશે. એવા કેટલાક લોકો હશે, જે ભાતનું ઓસામણ અર્થાત ચોખાનું પાણી પીવે છે. આજે અમે આપને જણાવીશું કે, કેવા લોકોએ ચોખાનું પાણી ના પીવું જોઈએ.

વજન ઉતારવા માંગતા લોકો

જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેના માટે તેઓ અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં જો તમે પણ વજન ઘટાડી રહ્યા છો, તો તમે ચોખાનું પાણી પીવાનું ટાળી શકો છો. તેમાં સ્ટાર્ચની માત્રા વધુ હોય છે, જે વજન વધારી શકે છે.

હાઈપર ટેન્શનના દર્દી

જો તમને હાઈપર ટેન્શનની સમસ્યા રહેતી હોય, તો તમે ચોખાનું પાણી પીવાનું ટાળી શકો છો. તેના સેવનથી તમારું બ્લડ પ્રેશર વધી શકે છે, જેના કારણે તમને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ડાયાબિટીસના દર્દી

જો તમે ડાયાબિટીસના દર્દી હોવ, તો તમે ચોખાનું પાણી પીવાનું ટાળી શકો છો. ડાયાબિટીસના દર્દીઓએ ભાત ખાવાનું પણ ટાળવું જોઈએ. આવી સ્થિતિમાં જો તમે ચોખાનું પાણી પીશો, તો તે તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

નબળી પાચનશક્તિ

પાચનક્રિયા આપણા શરીર માટે સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. જો તમારી પાચનશક્તિ નબળી હોય અને તમે ચોખાનું પાણી પીતા હોવ તો તે તમારી સમસ્યાને વધુ વધારી શકે છે.

હ્રદય સબંધિત સમસ્યા

જો તમને હૃદય સંબંધિત સમસ્યાઓ હોય, તો તમારે ચોખાનું પાણી પીવાથી બચવું જોઈએ. આમ છતાં જો તમે ભાતનું ઓસામણ પીવો, તો તમારી સમસ્યા અનેકઘણી વધી શકે છે.

શરદી અને ખાંસીમાં

શરદી અને ખાંસીમાં ચોખાના પાણીનો ઉપયોગ ઠંડક આપે છે. આવી સ્થિતિમાં, તેનું વધુ પડતું સેવન કરવાથી શરદી અને ખાંસી થઈ શકે છે. જો તમને શરદી અને ખાંસી હોય તો પણ તમે ચોખાના પાણીથી દૂર રહી શકો છો.

ઘા કે ઈન્ફેક્શનના કિસ્સામાં

જો તમારા શરીર પર ક્યાંય પણ ઘા હોય, તો તમે ચોખાનું પાણી પીવાનું ટાળી શકો છો. તે તમારા ઘા વધુ ખરાબ કરી શકે છે.

Blood Sugar Control: ચોમાસામાં સુગર લેવલને આ રીતે રાખો કંટ્રોલમાં