Blood Sugar Control: ચોમાસામાં સુગર લેવલને આ રીતે રાખો કંટ્રોલમાં


By Sanket M Parekh03, Jul 2025 04:03 PMgujaratijagran.com

સુગર લેવલ વધવાની સમસ્યા

ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. તેના કારણે લોકોની જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે. આ સાથે જ આ ઋતુમાં રોગો ફેલાવવાનું જોખમ પણ રહેલું છે. જે પૈકી શરીરમાં સુગરનું લેવલ વધવાની સમસ્યા પણ એક છે.

ચોમાસામાં સુગર લેવલને કેવી રીતે કંટ્રોલ કરશો

આજે અમે તમને જણાવીશું કે, ચોમાસામાં સુગર લેવલને કેવી રીતે કંટ્રોલ કરવું? આ સંદર્ભે વિગતવાર જાણો, જેથી તમને યોગ્ય માહિતી મળી શકે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે તેવો ખોરાક લો

ચોમાસા દરમિયાન સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે, તમારે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે તેવો ખોરાક ખાવો જોઈએ. આ માટે તમે ફળો અને શાકભાજીને તમારી ડાયટમાં સામેલ કરી શકો છો.

નિયમિત સુગર ટેસ્ટ કરાવો

ચોમાસા દરમિયાન નિયમિતપણે તમારા બ્લડમાં સુગરના લેવલની તપાસ કરાવવી જોઈએ, કારણ કે આ ઋતુ દરમિયાન લોહીમાં સુગરનું લેવલ વધવાનું જોખમ સતત રહે છે.

કસરત

ચોમાસા દરમિયાન બ્લડ સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે, તમારે તમારી રોજિંદી દિનચર્યામાં 10 થી 15 મિનિટની કસરતનો સમાવેશ કરવો જોઈએ.

પુષ્કળ પાણી પીઓ

જો ચોમાસા દરમિયાન શરીરમાં પાણીની ઉણપ હોય, તો તેનાથી તમે માત્ર ડિહાઇડ્રેશનનો શિકાર જ નથી બનતા, પરંતુ તે તમારા સુગર લેવલ પર પણ નેગેટિવ અસર કરી શકે છે.

પગને વ્યવસ્થિત સૂકવો

જ્યારે પણ તમે વરસાદમાં પલળીને ઘરની અંદર આવો છો, ત્યારે તમારા પગને યોગ્ય રીતે સૂકાવો, કારણ કે ભીના પગ ફંગલ ઈન્ફેક્શનનું કારણ બની શકે છે. જેના પરિણામે તમારા સુગર લેવલમાં વધારો થઈ શકે છે.

કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરો

ચોમાસાના દિવસોમાં તમારે કાર્બોહાઇડ્રેટનું સેવન ઓછું કરવું જોઈએ. વધુ પડતા કાર્બોહાઇડ્રેટનું સેવન તમારા બ્લડ સુગરનું લેવલ વધારી શકે છે. તમારે આ કરવાનું ટાળવું જોઈએ.

ચોમાસામાં ઘેવર ખાવાના ફાયદા