ચોમાસામાં ઘેવર ખાવાના ફાયદા


By Vanraj Dabhi03, Jul 2025 01:05 PMgujaratijagran.com

ઘેવરના ફાયદા

ચોમાસાની ઋતુમાં આપણું પાચનતંત્ર થોડું નબળું પડી જાય છે અને એસિડિટી જેવી સમસ્યાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં મખાના પાવડર, દૂધ, ઘી અને ગોળમાંથી બનેલી ટ્રેડિશનલ મીઠાઈ ઘેવર ખાવી ફાયદાકારક છે.

નિષ્ણાત અભિપ્રાય

ડાયેટિશિયન સનાહ ગિલ પાસેથી જાણીએ કે, ચોમાસા દરમિયાન ઘેવરનું સેવન કેટલું ફાયદાકારક છે.

એસિડિટીમાં રાહત આપે છે

ચોમાસામાં ગેસ અને એસિડિટી જેવી પેટની સમસ્યાઓ સામાન્ય છે. ઘેવરમાં રહેલા તત્વો પેટને ઠંડુ પાડે છે અને અસ્વસ્થતા ઘટાડે છે. તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો.

રોગપ્રતિકારક શક્તિ વધારે

ઘી અને ગોળ જેવા ઘટકોની હાજરી ઘેવરને રોગપ્રતિકારક શક્તિ વધારનાર બનાવે છે. ઘી વાત અને પિત્તને સંતુલિત કરે છે અને ગોળ શરીરને આયર્ન અને વિટામિન્સ પૂરા પાડે છે.

ગર્ભાવસ્થામાં ફાયદાકારક

ગર્ભાવસ્થા દરમિયાન ઘેવરનું મર્યાદિત સેવન સ્વાદ અને પોષણ આપે છે. તેમાં દૂધ, માવા અને પનીર જેવા આવશ્યક પોષક તત્વો હોય છે.

ચોમાસામાં જ કેમ બને છે?

વરસાદી વાતાવરણમાં રહેલો ભેજ ઘેવરને યોગ્ય બનાવે છે. આ ભેજની મદદથી ઘેવર ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે, તેથી તે ખાસ કરીને શ્રાવણ મહિનામાં બનાવે છે.

ઘરે હેલ્ધી ઘેવર બનાવશો

મખાના પાવડર, ઠંડા દૂધ અને પાણી વડે બનાવીને ઘીમાં તળીને ગોળની ચાસણીમાં બોળી લો. ઉપર ડ્રાયફ્રૂ્ટસ અને ક્રીમ ઉમેરો.

સર્વિંગ ટિપ્સ

તમે ઘેવરને 2 અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તેને ગરમા ગરમ ખાઓ અથવા થોડું ગરમ ​​કરીને સર્વ કરો. તેને સવારે કે બપોરે ખાઓ, રાત્રે ખાવાનું ટાળો.

ડુંગળી અને ગોળને એકસાથે ખાવાના સ્વાસ્થ્ય લાભો