ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ પ્રેગનેન્ટ મહિલા અથવા કમજોર પાચનવાળા લોકો માટે આ હાનિકારક સાબીત થાય છે. આવો જાણીએ કયા લોકોએ ગ્રીન ટીથી દૂર રહેવું જોઇએ.
- વિટામિન બી6 - મેગ્નેશિયમ - કેલ્શિયમ - વિટામિન ડી - આયર્ન
મોતિયાની સમસ્યાથી પિડાતા લોકો માટે ગ્રીન ટી પીવી નુકસાનકારક હોય છે. આને પીવાથી આંખો પર દબાણ આવી શકે છે, આ કારણે આને પીવાથી દૂર રહેવું.
એન્જાઇટીથી પિડાતા લોકો માટે ગ્રીન ટી હાનિકારક બની શકે છે. આમાં રહેલા કેફીન એન્જાઇટીના લક્ષણોને વધારવાની સાથે સાથે ઊંઘ ન આવવાની સમસ્યાનું કારણ પણ બની શકે છે.
શરીરમાં આયર્નની ઉણપ એનીમિયાનું કારણ બની શકે છે. ગ્રીન ટી પીવાથી શરીરમાં આયર્નને શોષવાનું કામ સારી રીતે થતું નથી, જેનાથી આયર્નની ઉણપ થવા લાગે છે અને એનીમિયાની સમસ્યામાં વધારો થાય છે.
પ્રેગનેન્સીમાં ગ્રીન ટીના સેવનથી દૂર રહેવું જોઇએ. આમા કેફીનની સાથે કેટેચિન નામનું તત્ત્વ હોય છે, જે પ્રેગનેન્સીમાં એન્જાઇટી, તણાવ વધવાની સાથે બાળકો માટે પણ જોખમ રહે છે.
ખરાબ અથવા કમજોર પાચનવાળા લોકો માટે ગ્રીન ટી નુકસાનકારક હોય છે. આમાં ટેનિન નામનું તત્ત્વ હોય છે, જે પેટમા એસિડને વધારવાની સાથે સાથે અપચો અને પેટ ફૂલવાનું કારણ બની શકે છે.