ફળોનું સેવન કરવાથી તમારા શરીરને ઘણા લાભ મળે છે, પરંતુ કેટલાક ફળોના બીજ એવા હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકાર બની શકે છે. આવો જાણીએ આના કેટલાક ફળો વિશે.
રાસબરીના બીજમાં એમિગ્ડાલિન, સાઇનોજેનિક, ગ્લાઇકોસાઇડ અને હાઇડ્રોજન સાયનાઇટ હોય છે. જે શરીર માટે ઝેરી હોય છે. આનાથી પેટમાં દુખાવો, કમજોરીનો સામનો કરવો પડે છે.
સફરજન ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ આના બીજ નુકસાનકારક હોય છે. સફરજનના બીજમાં એમિગ્ડેલિન હોય છે. આ સાયનાઇડ રિલીઝ કરે છે. આ બીજને ખાવાથી ઉલ્ટી, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ગભરામણ થઇ શકે છે.
આના બીજનું સેવન કરવાથી તમને ગભરામણ, પેટનો દુખાવો, કમજોરીનો સામનો કરવો પડે છે. પીચના બીજનું સેવન ના કરો.
જરદાળુના બીજ ખાવાથી દૂર રહો. આ બીજમાં સાઇનાઇડ હોય છે, જે જીવલેણ બની શકે છે.
ચેરીના બીજમાં એમિગ્ડાલિના નામનું તત્ત્વ હોય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ચેરીના બીજને કાઢીને જ તેને ખાવી.