જાણતા અજાણતા આપણી કેટલીક ખોટી ટેવો મન પર ખરાબ અસર પાડી શકે છે. તેથી જો તમે તમારા મનને મજબૂત અને સ્વસ્થ રાખવા માંગો છો, તો આજે જ આ આદતોને બદલો.
દરરોજ પૂરતી ઊંઘ ન લેવાથી તમારા મન પર ખરાબ અસર પડી શકે છે. તેથી તમારા મનને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.
પ્રોસેસ્ડ, તળેલા ખોરાક અને ખાંડથી ભરપૂર ખોરાક તમારા માનસિક સ્વાસ્થ માટે સારા નથી તેથી મગજને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોથી ભરપૂર ખોરાક લો.
દરેક નાની-નાની વાત પર સતત તણાવ તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે.તેથી મનને સ્વસ્થ રાખવા માટે ધ્યાન કે યોગ કરો.
કલાકો સુધી સ્માર્ટફોન કે લેપટોપનો ઉપયોગ તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. તેથી સ્ક્રીન ટાઈમ ઓછો કરો અને સમયાંતરે બ્રેક લો.
શરીરને સક્રિય રાખવાથી તમારા શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તેથી તમારા મગજને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવો.