શું તમારું બાળક પણ પથારીમાં પેશાબ કરે છે, આ સ્ટેપ ફોલો કરો


By Jivan Kapuriya14, Jul 2023 04:40 PMgujaratijagran.com

જાણો

મોટાભાગના બાળકો 5 વર્ષની ઉંમર સુધીમાં પેશાબને નિયંત્રિત કરવાનું શીખી જાય છે, પરંતુ ઘણી વખત બેડ પર પેશાબ કરવાની આદત જતી નથી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે માતા-પિતાએ કેટલીક પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ચાલો જાણીએ બાળકો પથારી પર પેશાબ કરે છે તો કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ.

ડાયપર તપાસો

ખાતરી કરો કે બાળકનું ડાયપર યોગ્ય કદનું છે અને સુકુ છે. જેથી તેને પથારી ભીની કર્યા પછી ચામડીને લગતી કોઈ સમસ્યા ન થાય.

પેશાબનો સમય સેટ કરો

બાળકને નિયમિત સમયાંતરે પેશાબ કરવા માટે સમય આપો, જેમ કે જાગ્યા પછી,જમ્યા પછી અને સૂતા પહેલા. આમ કરવાથી બાળકનો પેશાબ કરવાનો સમય નિશ્ચિત થઈ જાય છે.

ઊંઘના કલાકો નિયંત્રિત કરો

બાળકને પૂરતી ઊંઘ આપો અને તેની ઊંઘના સમયગાળાને નિયંત્રિત કરો, જેથી તે પથારી ભીની કરતા પહેલા સવારે વહેલા ઉઠી જાય.

પાણીનું સેવન નિયંત્રિત કરો

રાત્રે પાણીનું સેવન ઓછું કરો જેથી બાળક રાત્રે પેશાબ કરવા ન ઉઠે અને પથારીમાં પેશાબ ન કરે.

યોગ્ય આહાર આપો

બાળકને પેશાબ કરવા માટે તાજા ફળો, શાકભાજી,દહીં અને પાણી જેવો વધુ ખોરાક ખવડાવો, જેથી અચાનક પેશાબ થવાની સમસ્યાની ન થાય અને બાળક સ્વસ્થ રહે.

બાળકના સંકેતો ઓળખો

બાળકના પેશાબ કરવાના સંકેતોને ઓળખો અને જ્યારે તેને પેશાબ કરવાની ઈચ્છા થાય ત્યારે તેને શૌચાલયમાં લઈ જાવ.

આ પદ્ધતિઓ અપનાવીને તમે બાળકને બેડ પર પેશાબ કરતા રોકી શકો છો અને તેને યાગ્ય આદતો

શું તમે પણ વધારે પડતી ઊંઘ આવવાની સમસ્યાથી પરેશાન છો? તો જાણો તેના કારણો અને ઉપાય