પૂરતી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે સારી રહે છે. ઘણી વખત લોકોને જરૂરિયાત કરતાં વધારે ઊંઘ આવે છે. તો ચાલો જાણીએ કે, વધારે ઊંઘ આવવી કંઈ વાતનું લક્ષણ હોઈ શકે છે.
જો તમને જરૂરિયાત કરતા વધારે ઊંઘ આવી રહી હોય, તો તે કોઈને કોઈ બીમારીનું લક્ષણ હોઈ શકે છે.
હાયપરસોમનિયામાં સારી રીતે સૂઈ ગયા છતાં ઊંઘ આવે છે. આ ઊંઘ સબંધિત બીમારી હોઈ શકે છે. એક રિપોર્ટ મુજબ, 40 ટકા લોકોમાં હાઈપરસોમ્નિયાના લક્ષણ જોવા મળે છે.
અત્યારના સમયમાં લોકો પોતાનો મોટાભાગનો સમય સ્ક્રીન પર આપે છે. જેના કારણે જ પણ જરૂરિયાત કરતાં વધારે ઊંઘ આવી શકે છે.
શરીરમાં પાણીની કમીના પગલે પણ વધારે ઊંઘ આવવાની સમસ્યા થઈ શકે છે.
તણાવના પગલે પણ કેટલાક લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા થઈ શકે છે. જ્યારે અનેક લોકોને તણાવના પગલે વધારે ઊંઘ પણ આવતી હોય છે.
હળવો ખોરાક લો, સ્મોકિંગ અને દારૂનું વ્યસન છોડી દો. ઊંઘવાનો અને જાગવાનો ટાઈમ નક્કી કરો. મોડી રાત સુધી કામ કરવાનું ટાળો અને બેડરૂમનું વાતાવરણ શાંત રહે તેવા પ્રયત્નો કરો.