વધુ સમય સુધી કોમ્યુટર અથવા મોબાઇલ જોવાથી આંખની દૃષ્ટી પર તેની અસર પડે છે.
એક સ્ટડી મુજબ વધુ સમય સુધી લેપટોપ અથવા મોબાઇલની સ્ક્રીન પર જોવું આંખ માટે ઘાતક હોય છે.
બીટમાં લ્યૂટિન અને જેક્સેથિન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે રેટિના માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
સંતરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.આ જ્યૂસ પીવાથી મોતિયાનો ખતરો ટળે છે.
નારિયેળના પાણીમાં વિટામિન સી અને એમિનો એસિડનું પ્રમાણ વધુ હોય છે. તેનાથી આંખને સુરક્ષા આપનારા ટિશૂ મજબૂત થાય છે.
ટમેટામાં વિટામિન A, વિટામિન C અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. જે આંખની દૃષ્ટીને સ્વસ્થ બનાવે છે.
લીલા પાનવાળા શાકભાજીમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે. જે આંખની દૃષ્ટી માટે ફાયદાકારક હોય છે.
ગાજરમાં વિટામિન A હોય છે. તે આંખને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.