સ્વાસ્થ્ય સારું રાખવા માટે કેળાનો શેક બનાવી તેનું સેવન કરીએ છીએ, જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોને તેનું સેવન કરવાથી મુશ્કેલી પડી શકે છે. તો ચાલો જાણીએ કયા લોકોએ કેળાનો શેક ન પીવો જોઈએ?
જે લોકોનું વજન વધારે છે તેઓએ કેળાનો શેક પીવાનું ટાળવું જોઈએ. કારણ કે તેમાં દૂધ સાથે કેળા હોય છે, જે ઉચ્ચ કેલરીવાળો ખોરાક છે. તેનાથી તમારું વજન વધી શકે છે.
જો તમને પાચનની સમસ્યા હોય તો કેળાનો શેક પીવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનાથી તમારું પેટ ખરાબ થઈ શકે છે.
જો તમારું કોલેસ્ટ્રોલ વધારે છે તો તમારે કેળાનો શેક ન પીવો જોઈએ. કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલ વધારી શકે છે.
જે લોકોને શરદી કે ખાંસી હોય તેઓએ કેળાનો શેક પીવાનું ટાળવું જોઈએ. કારણ કે કેળામાં ઠંડકની અસર હોય છે અને તે શરીરને નુકસાન પહોંચાડે છે.
જો તમને ડાયાબિટીસ છે, તો તમારે કેળાનો શેક ન પીવો જોઈએ. કારણ કે તેમાં ખાંડની માત્રા વધુ હોય છે જે હાનિકારક સાબિત થઈ શકે છે.
જે લોકોને શ્વસન સંબંધી સમસ્યા હોય તેમણે પણ કેળાનો શેક પીવાનું ટાળવું જોઈએ. કારણ કે તેના સેવનથી કફ વધી શકે છે જેથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
જો તમને એસીડીટીની સમસ્યા હોય તો કેળાનો શેક ન પીવો જોઈએ. જેનાથી તમારી સમસ્યા વધુ વધી શકે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.