Sweet Corn Benefits: ચોમાસામાં મકાઈ ખાવાના સ્વાસ્થ્ય લાભ


By Vanraj Dabhi09, Sep 2024 02:49 PMgujaratijagran.com

મકાઈ ખાવાના ફાયદા

ચોમાસાની ઋતુ શરૂઆત થતા માર્કેટમાં મકાઈ આવી જતી હોય છે, અને લોકો ખૂબ ખાતા હોય છે, આજે અમે તેના ફાયદા વિશે જણાવીશું.

પાચનશક્તિ વધારે છે

મકાઈમાં ફાઇબર હોય છે જે પાચનતંત્ર સુધરાવમાં મદદ કરે છે. તેથી આ ખાસ કરીને ચોમાસા દરમિયાન પાચનતંત્રમાં ખરાબ થાય ત્યારે આ ખાવામાં આવે છે.

એનર્જી

ચોમાસામાં ઠંડા તાપમાનને કારણે વ્યક્તિને સુર્યપ્રકાશ નહીં મળવાથી થાક અનુભવતા હોય છે, ત્યારે મકાઈ ખાવાથી કાર્બોહાઇડ્રેટ્સની ઉણપ દૂર કરે છે અને તમને આખો દિવસ ઉર્જાવાન રાખી શકે છે.

વજન કંટ્રોલ કરે

મકાઈમાં હાઈ ફાઈબર હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, ભોજન ન લેવાથી વજન કંટ્રોલ રાખી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

ચોમાસામાં ભેજવાળા વાતાવરણને કારણે અનેક બીમારીઓનો વારંવાર સામનો કરવો પડતો હોય છે, તેથી મકાઈમાં વિટામિન સી હોય છે જે શરીર સામાન્ય બિમારીઓ બચાવી શકે છે.

ત્વચા સ્વસ્થ રાખે

મકાઈમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાણો હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો