Blood Donation: આ લોકોએ ના કરવું જોઈએ બ્લડ ડૉનેટ, નહીંતર થઈ શકે છે સમસ્યા


By Sanket M Parekh05, Mar 2025 03:44 PMgujaratijagran.com

રક્તદાન મહાદાન

આપણા રક્તથી બીજાને નવજીવન આપવું એક મહાન કાર્ય મનાય છે. આજ કારણોસર રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે.

ડૉનેટ કરેલા બ્લડનું શું થાય?

સામાન્ય રીતે ડોનેટ કરવામાં આવેલા બ્લડનો ઉપયોગ વિવિધ મેડિકલ કંડિશન જેમ કે લોહીની ઉણપ, એનીમિયા, કોઈ અકસ્માત અને કેન્સરની સારવાર માટે કરવામાં આવે છે.

બ્લડ ડૉનેશનની પ્રક્રિયા

બ્લડ ડૉનેશનની પ્રક્રિયામાં મોટાભાગે એક વ્યક્તિ બ્લડ બેંક અથવા કોઈ એવા સંગઠનને પોતાનું લોહી આપે છે. જે જરૂરિયાતમંદ લોકો માટે લોહી એકત્ર કરે છે.

આ લોકો ના કરે રક્તદાન

આજે અમે આપને જણાવીશું કે, આખરે ક્યા લોકોએ ભૂલથી પણ બ્લડ ડોનેટ ના કરવું જોઈએ.તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ. જેથી આપને યોગ્ય જાણકારી મળી શકે...

18 વર્ષથી ઓછી વય

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, 18 વર્ષથી ઓછી વયના લોકોએ બ્લડ ડોનેટ ના કરવું જોઈએ, નહીંતર તેમને નબળાઈ આવી શકે છે.

ટેટુ વાળા લોકો ના કરે રક્તદાન

જો તમે તાજેતરમાં જ ટેટુ કે શરીરમાં પિયરસિંગ કરાવ્યું હોય, તો તમે તેના 6 મહિના સુધી રક્તદાન નથી કરાવી શકતા.

પ્રેગ્નેન્ટ મહિલા

પ્રેગ્નેન્ટ મહિલાઓએ પણ બ્લડ ડોનેટ ના કરવું જોઈએ. જો તેઓ બ્લડ ડોનેટ કરે, તો માતા અને તેમના ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય પર ગંભીર નુકસાન થઈ શકે છે.

બાબા રામદેવની ઘોડા જેવી સ્ફૂર્તિ કેમ છે? તેમની ડાયટ જાણો