જો કે હળદર અને દૂધ બંને શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેનું વધુ પડતું સેવન જીવલેણ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ ક્યા લોકોએ હળદર વાળું દૂધ ન પીવું જોઈએ.
હળદર શરીરને આયર્નનું શોષણ કરતા અટકાવે છે,જો તમને એનિમિયા હોય તો હળદરનું દૂધ ન પીવો.
હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે પેટની સમસ્યાઓમાં મદદ કરે છે. જો તમને પહેલાથી જ પેટ સંબંધિત સમસ્યા છે તો આ હળદર-દૂધ ન પીવો. આનાથી ઝાડા થઈ શકે છે.
જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો હળદરવાળું દૂધ પીવાનું ટાળો. આનાથી પેટનું ફૂલવું અથવા ઉબકા આવવા જેવી સમસ્યા થઈ શકે છે.
ગર્ભવતી મહિલાએ ગર્ભાવસ્થા દરમિયાન હળદરવાળું દૂધ ન પીવું જોઈએ. આનાથી ગર્ભાશયમાં ખેંચાણ, રક્તસ્રાવ અને પેટમાં દુખાવો થઈ શકે છે.
જો તમને લીવર સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો હળદરવાળું દૂધ પીવાનું ટાળો. આમ કરવાથી પેટમાં સોજો, પાચનમાં ગડબડ, ઝાડા અને એસિડિટી વગેરે જેવી સમસ્યાઓ વધી શકે છે.
હળદરના વધુ પડતા સેવનથી શરીરમાં એલર્જીક પ્રતિક્રિયાઓ થઈ શકે છે, જેના કારણે ત્વચા પર ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ગરમી વધે છે, જેના કારણે મોંમાં ચાંદા પડી શકે છે, શરીર પર ફોલ્લીઓ પડી શકે છે અને ત્વચા સંબંધિત બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે પણ હળદર વાળું દૂધ પીતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો. આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.