જો તમારી પણ આ આદતો છે, તો ચેતી જજો આ તમારા મગજને નુકસાન પહોચાડી શકે છે


By Smith Taral25, Jan 2024 04:13 PMgujaratijagran.com

આપણા રોંજીદા જીવનની આદતો આપણા મગજના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આ આપણા મગજ પર નકારાત્મક અસર કરે એ પહેલા આપણે જરુરી પગલા લેવા જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ તકલીફ ના પડે. ચાલો વધુમાં આગળ જાણીએ

અપૂરતી ઊંઘ

જો તમે અનીદ્રાથી પીડાતા હોવ તો તો તેની અસર મગજના સ્વાસ્થ્ય પર પડે છે. અપૂરતી ઊંઘના લીધે ન્યુરોજનરેટીવ કોમ્પલીકેશન વધી શકે છે.

વધારે પડતો સ્ક્રીન ટાઈમ

વધારે પડતા સ્ક્રીન ટાઈમથી તમારો અટેન્શન સ્પાન ઓછો થાય છે, જેમા તમે લાંબા સમય સુધી એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરી શકતા નથી. આ સાથે તમારી સ્લીપ પેટર્ન પર અસર થાય છે.

ક્રોનીક સ્ટ્રેસ

ક્રોનીક સ્ટ્રેસ વધવાથી કોર્ટીસોલ લેવલ વધે છે, જે અસર તમારી યાદશક્તિ પર પડે છે.

You may also like

તણાવગ્રસ્ત રહો છો? આ વસ્તુઓ કરો, મગજ રહેશે ચિંતામુક્ત

વૃદ્ધાવસ્થામાં મગજ રહેશે Young and Healthy ફક્ત આ 5 કસરતો કરો

એકલા રહેવું અને સોશ્યલ કનેક્શન ન હોવું

એકલતાથી તમારા જ્ઞાનાત્મકતામા ઘટાડો થાય છે, સાથે ન્યુરોડીજનરેટીવ રોગનું રીસ્ક પણ વધે છે.

આ સ્ટોરીમાં આપેલી ઈન્ફરમેશન જનરલ છે, આ સમસ્યાને વિશે તમે તમારા ડોક્ટરની સલાહ લઈ શકો છો.

શિયાળામાં થતા સાંધાને દુખાવાને આ રીતે દુર કરો