Makhana Side Effects: મખાનાનું સેવન કોણે ન કરવું જોઈએ?


By Vanraj Dabhi20, Sep 2024 04:12 PMgujaratijagran.com

મખાના આડ અસરો

મખાનામાં આયર્ન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, પ્રોટીન અને ઘણા પોષક તત્વો મળી આવે છે, તેમ છતા ઘણા લોકોને મખાનાનું સેવન કરવાથી ઘણી આડ અસર થઈ શકે છે, જાણો તેના ગેરફાયદા.

કિડનીમાં પથ્થરી

કિડનીમાં પથ્થરીની સમસ્યા હોય તો તમારે મખાનાનું સેવન ટાળવું જોઈએ.આ પથરીની સમસ્યા વધારી શકે છે.

એલર્જીની સમસ્યા

વધુ માત્રામાં મખાના ખાવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. કારણ કે તેમાં સ્ટાર્ચની માત્રા વધુ હોય છે જે શરીરમાં એલર્જી થઈ શકે છે.

ઝાડાની સમસ્યા

ફાઈબરથી ભરપૂર મખાના લૂઝ મોશન અને ડાયેરિયાની સમસ્યામાં ખાવાનું ટાળો, જે ખાવાથી આ સમસ્યા વધી શકે છે.

એસિડિટીની સમસ્યા

એસિડિટીની સમસ્યા હોય તો મખાનાનું સેવન ન કરવું જોઈએ. મખાનામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોવાથી તે ગેસની સમસ્યા વધારી શકે છે.

ગર્ભવતી મહિલાઓ

ગર્ભવતી મહિલાઓએ મખાના ખાવાનું ટાળવું જોઈએ. આ નવજાત બાળકને નુકસાન પહોંચાડી શકે છે.

શરદીની સમસ્યા

જો તમે શરદીથી પરેશાન હોવ તો મખાનાનું સેવન કરવાનું ટાળો. તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ડૉક્ટરની સલાહ

જો તમે કોઈ રોગની દવાઓ લેઈ રહ્યા હોવ તો મખાના ખાવાનું ટાળો. આનાથી રોગ વધી શકે છે, આ તકે મખાનાનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરતી જાગરણ વાંચતા રહો.

Health Tips: વરિયાળી અને સાકર સાથે ખાવાથી શું થશે?