Health Tips: વરિયાળી અને સાકર સાથે ખાવાથી શું થશે?


By Sanket M Parekh20, Sep 2024 03:43 PMgujaratijagran.com

પાચન સુધારે

ખાધા પછી એક ચમચી વરિયાળી અને સાકરના મિશ્રણનું સેવન અચૂક કરો. જેનાથી પેટ સાફ કરવામાં મદદ મળવા સાથે જ કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

મોંઢાની દુર્ગંધ દૂર કરે

ઘણાં લોકો મોંઢામાંથી આવતી વાસની પરેશાન હોય છે. એવામાં ખાધા પછી વરિયાળી અને સાકર ખાવાથી મોંઢાની દુર્ગંધ દૂર થવા સાથે જ ઓરલ હેલ્થમાં પણ ફાયદો થાય છે.

તેજ આંખની રોશની

વરિયાળી અને સાકર સાથે ખાવાથી આંખ સાથે સંકળાયેલી સમસ્યા દૂર થાય છે. આ બન્નેનું સેવન કરવાથી આંખની રોશની તેજ બનાવવામાં મદદ મળે છે.

થાક દૂર કરે

વરિયાળી અને સાકરનું સેવન કરવાથી શરીરમાંથી થાક અને નબળાઈ દૂર થાય છે. વરિયાળી અને સાકરમાં મળી આવતા આયરન અને પ્રોટીન શરીરને તાકાત આપે છે. જે નબળાઈ દૂર કરે છે.

લોહીની ઉણપ દૂર કરે

વરિયાળી અને સાકર સાથે ખાવાથી શરીરમાં આયરનનું લેવલ વધે છે અને લોહીની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.

ઈમ્યુનિટી બૂસ્ટ કરે

વરિયાળીમાં વિટામિન-C મળી આવે છે. આથી વરિયાળી ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે અનેક પ્રકારના સંક્રમણોનો ખતરો ટળે છે.

કબજિયાતમાંથી મુક્તિ

વરિયાળી અને સાકરને ફાઈબરનો સારો સોર્સ માનવામાં આવે છે. આથી તેનું સેવન કરવાથી મેટાબૉલિઝમ બૂસ્ટ થાય છે અને કબજિયાતમાંથી છૂટકારો મળે છે.

Honey Water Benefits: મધ અને ગરમ પાણીનું સેવન કરવાથી અદ્ભુત ફાયદા મળે છે