નારિયેળના તેલમાં એન્ટી માઈક્રોબિયલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જેને ચહેરા પર લગાવવાથી સ્કિનમાં નમી રહે છે.
આમ તો નારિયેળ તેલ ચહેરા માટે ફાયદેમંદ મનાય છે. જો કે અનેક એવી સમસ્યા છે, જેમાં ચહેરા પર નારિયેળનું તેલ લગાવવાથી નુક્સાન થઈ શકે છે.
જે લોકોની સ્કિન ઑઈલી હોય છે તેમને નારિયેળનું તેલ લગાવવાથી બચવું જોઈએ. આમ કરવાથી ચહેરા પર ગંદકી અને ચહેરો ચિકણો થઈ શકે છે.
હાઈ સેચ્યૂરેટેડ ફેટ્સના કારણે ચહેરા પર નારિયેળનું તેલ લગાવવાથી બ્લેકહેડ્સની સમસ્યા થઈ શકે છે. જે લોકોને પહેલાથી આવી સમસ્યા હોય, તેમણે નારિયેળનું તેલ લગાવવાથી બચવું જોઈએ.
જો તમે ચહેરા પર ખૂબ જ નારિયેળનું તેલ લગાવતા હશો, તો સ્કિન પર એલર્જીની સમસ્યા થઈ શકે છે. જેના પગલે સ્કિન ખરાબ થઈ શકે છે.
ક્યારેક વધારે પ્રમાણમાં નારિયેળનું તેલ લગાવવાથી સ્કિન પર ગંદકી જમા થવા લાગે છે. જેના કારણે ચહેરા પર ખીલની સમસ્યા સર્જાઈ શકે છે.