મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ તે કેટલાક લોકો માટે નુકસાનકારક પણ હોઈ શકે છે.તો ચાલો કેવા લોકોએ મગ કે મગની દાળ બને ત્યાં સુધી ખાવાનું ટાળવું જોઈએ.
નાના બાળકોનું પાચનતંત્ર સંપૂર્ણ રીતે વિકસિત હોતું નથી. મગની દાળ તેમના પેટમાં ગેસ, અપચો અથવા બ્લોટિંગ જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. આથી નાના બાળકોને તે ખૂબ જ ઓછી માત્રામાં આપવી જોઈએ
કેટલાક લોકોને મગની દાળ સાથે દૂધ કે ડેરી પ્રોડક્ટ્સ લેવાથી એલર્જી, પેટમાં દુખાવો અથવા અપચા જેવી સમસ્યા થઈ શકે છે. જો તમને પહેલાથી જ પેટની સમસ્યા હોય તો તેને મર્યાદિત માત્રામાં જ લેવી જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન ગેસ કે એસિડિટી સામાન્ય સમસ્યા હોય છે. આથી વધારે મગની દાળ ખાવાથી પેટમાં ભારેપણું, ગેસ અને એસિડિટી વધી શકે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લીધા વિના મગની દાળ ખાવાનું ટાળવું જોઈએ
જે લોકોને પેટમાં ગેસ અને અપચા જેવી સમસ્યા રહેતી હોય તેમણે મગની દાળ ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. જો મગની દાળ ખાવામાં આવે, તો તમારું પેટ જલ્દી ફૂલી જાય છે અને ગેસની સમસ્યા વકરે છે. આવા લોકોએ મગની દાળનું મર્યાદિત સેવન કરવું હિતાવહ રહેશે.
ડાયાબિટીસના દર્દીઓએ મગની દાળ ખાવામાં સાવધાની રાખવી જોઈએ. વધારે મગની દાળ ખાવાથી બ્લડ સુગરમાં ઉતાર-ચઢાવ થઈ શકે છે. આથી ગ્લુકોમીટરથી મોનિટરિંગ કરીને જ તેનું સેવન કરવું જોઈએ.
કેટલીક દવાઓની અસર મગની દાળ ખાવાથી બદલાઈ જતી હોય છે. ખાસ કરીને પાચન, બ્લડ પ્રેશરની દવાઓ લેતા હોય, તેવા દર્દીઓએ દવાની સાથે મગની દાળ ખાય તો તેમની સમસ્યા વકરી શકે છે.
જે લોકો કબજિયાત અથવા નબળી પાચન શક્તિની સમસ્યામાંથી પીડાઈ રહ્યા હોય, તો તેમના માટે મગની દાળ પચાવવી ખૂબ જ અઘરી પડે છે. જેના પરિણામે કબજિયાત, પેટ ફુલવો અને ભારે લાગવા જેવી સમસ્યાઓ વકરી શકે છે.