Papaya Side Effects: પપૈયા સાથે ભૂલથી પણ ના ખાશો આ વસ્તુ, નહીંતર ઉપાધિ થશે


By Sanket M Parekh21, Sep 2025 04:07 PMgujaratijagran.com

હેલ્થ માટે બેસ્ટ

ફળો હંમેશાં આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. ફળો મોટામાં મોટા રોગને ઠીક કરવાની ક્ષમતા ધરાવે છે. આ ફળોમાં પપૈયાનો પણ સમાવેશ થાય છે, જે સ્વાદમાં ઉત્તમ છે અને પેટને સાફ રાખે છે.

પપૈયા સાથે ના ખાશો આ વસ્તુ

આજે અમે આપને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું, જેને પપૈયા સાથે ભૂલથી પણ ના ખાવી જોઈએ. તો ચાલો આ વસ્તુઓ વિશે વિસ્તારપૂર્વક જાણીએ, જેથી આપને યોગ્ય જાણકારી મળી રહે અને તમે બીમાર ના પડો

પોષક તત્વોથી ભરપુર પપૈયુ

પપૈયામાં વિટામિન-સી, વિટામિન-એ, ફોલેટ, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્વો તેમજ લાઇકોપીન અને પેપેન જેવા શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. આથી શરીરને નિરોગી રાખવા માટે દરરોજ પપૈયું ખાવું જોઈએ.

ટામેટા

પપૈયામાં પેપેન નામનું એક ખાસ એન્ઝાઇમ હોય છે, જ્યારે ટમેટાંમાં અલગ પ્રકારના એન્ઝાઇમ અને ફાઇબર હોય છે. જો આ બન્નેને સાથે ખાવામાં આવે, તો અપચાની સમસ્યા થઈ શકે છે.

દૂધ

પપૈયા અને દૂધનું કૉમ્બિનેશન સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. આ બન્નેને સાથે ખાવાથી શરીર પર ફોલ્લીઓ તેમજ ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે. આથી બન્નેને ક્યારેય સાથે ના ખાવા જોઈએ.

નારંગી

પપૈયાની સાથે તમારે ક્યારેય નારંગી ના ખાવી જોઈએ. આમ કરવાથી તમારું પાચન ખરાબ રીતે બગડી શકે છે. આટલું જ નહીં, બન્નેનો સ્વાદ પણ એકબીજાથી વિપરિત હોય છે.

લીંબુ

પપૈયા સાથે લીંબુ ખાવાથી તમને છાતીમાં બળતરા થઈ શકે છે. આ બન્નેમાં વિટામિન સી અને એસિડનું પ્રમાણ અધિક હોય છે. આથી કોઈ એક સમયે એક જ ફળ ખાવું હિતાવહ રહેશે.

કારેલા

કારેલા સાથે પપૈયા ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. આમ કરવાથી તમને પેટમાં દુખાવો અને ઉલટી જેવી સમસ્યા થવા સાથે-સાથે ઘણી વખત શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે.

Lemon Water: ખાલી પેટે લીંબુ પાણી પીવાનું કોણે ટાળવું જોઈએ?