પનીર, ભલે પોષક તત્ત્વોથી ભરપૂર હોય, તે દરેક માટે લાભદાયક નથી. કેટલાક લોકો માટે, ખાસ પરિસ્થિતિઓમાં, પનીરનું સેવન સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. આ સ્ટોરીમાં આપણે જોઈશું કોણે પનીર ખાવું ટાળવું જોઈએ.
જો તમને હાઈ બ્લડ પ્રેશર છે, તો પનીર તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. પનીરમાં રહેલા સોડિયમને કારણે બ્લડ પ્રેશર વધુ વધી શકે છે, જેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે.
પાચન તંત્રમાં સમસ્યાઓ હોય તો પનીર ખાવાથી બચો. આનાથી તમને કબજિયાત, અપચો, અને એસિડિટીની સમસ્યાઓ થઈ શકે છે, જે તમારી તબિયત બગડી શકે છે.
ફૂડ પોઈઝનિંગની સ્થિતિમાં પનીર ખાવું નુકસાનકારક થઈ શકે છે. પ્રોટીનથી ભરપૂર પનીર આ સમસ્યાને વધારે ગંભીર બનાવી શકે છે.
જો તમે સગર્ભા છો, તો પનીર ખાવાની પહેલા ડૉક્ટરની સલાહ લો. કેટલાક પ્રકારના પનીરના બેક્ટેરીયા તમારા ગર્ભમાં વિકસતા બાળકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.