વરસાદની ઋતુમાં કાનને ચેપથી કેવી રીતે બચાવશો?


By Smith Taral27, Aug 2024 04:36 PMgujaratijagran.com

વરસાદની ઋતુમાં ભેજવાળું વાતાવરણ રહેવાથી કાનમાં ચેપનો ખતરો વધી જાય છે. આવામાં કાનની વધુ કાળજી રાખવી જરૂરી બને છે . આ સ્ટોરીમાં કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ વિશે જાણીશું જે કાનને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે:

લક્ષણો

કાનને ચેપના લક્ષણોમાં, કાનમાં દુખાવો, કાનની બહાર લાલાશ, કાનમાં ખંજવાળ, સાંભળવામાં મુશ્કેલી,માથાનો દુખાવો અને ચક્કર, તાવ આવે છે

કાનમાં પાણી ન જવા દો

સ્નાન કરતી વખતે કાનમાં પાણી ન જાય તેનું ઘ્યાન રાખો, જો કાન પાણીવાળા થઈ જાય તો તેને ટુવાલથી સારી રીતે સૂકવી લો

સ્વચ્છ રાખો

જ્યારેપણ સ્નાન કે ચહેરો ધોવો પછી તેને કૉટનના કપડાંથી સારી રીતે સાફ કરી લો

ઇયરફોનનો ઉપયોગ

ઇયરફોનનો ઉપયોગ ઓછું કરો, ખાસ કરીને લાંબા સમય માટે. આ કાનમાં ઈન્ફેક્શનના જોખમને ઓછું કરે છે.

તમારા ગળાની સંભાળ રાખો

ગળા અને કાન એકબીજાથી જોડાયેલા હોય છે. ગળાને સવસ્થ રાખવા માટે ગરમ અને ફ્રૅશ ખોરાક લો, અને વાસી ખોરાકથી દૂર રહો.

ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો

વરસાદની ઋતુમાં ઠંડી અને ખાટી વસ્તુઓ ન ખાવા, ગરમ અને તાજી વસ્તુઓ જ ખાવો, જે ગળા અને કાનને સ્વસ્થ રાખે છે.

ગાર્ગલ

કાનમાં હળવો દુખાવો કે ગળામાં દુખાવો હોય તો મીઠા પાણીથી ગાર્ગલ કરો. આથી રાહત મળશે. ગરમ સૂપ પણ તમે પી શકો છો, જે ગળા અને કાનના દુખાવામાં રાહત અપાવે છે

આ લોકોએ ભૂલથી પણ રીંગણ ન ખાવા જોઈએ, જાણો કેમ