Cardamom Side Effects: આ 4 લોકોએ ક્યારેય ના ખાવી જોઈએ ઈલાયચી


By Sanket M Parekh11, Feb 2025 03:55 PMgujaratijagran.com

મોંઢામાંથી દુર્ગંધ દૂર કરે

ઈલાયચી સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. ખાસ કરીને જેમના મોંઢામાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોય, તેમણે તો ઈલાયચી ખાવી જ જોઈએ. જો કે કેટલીક સમસ્યામાં ઈલાયચી ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઈ શકે છે.

પોષક તત્વો

ઈલાયચી પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, વિટામિન C અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

4 સમસ્યામાં ઈલાયચી ના ખાવી

જો કે શરીર સાથે સંકળાયેલી આ 4 સમસ્યામાં ઈલાયચી ના ખાવી જોઈએ. તો ચાલો આજે અમે આપને એવી સમસ્યા વિશે જણાવીએ, જેથી તબિયત વધારે ખરાબ થતાં અટકાવી શકાય...

પ્રેગ્નેન્ટ મહિલાઓ

પ્રેગ્નેન્ટ મહિલાઓએ બને ત્યાં સુધી ઈલાયચી ખાવાનું ટાળવું જ જોઈએ. પ્રેગ્નેન્ટ મહિલા અને તેમના ગર્ભમાં ઉછરી રહેલા ભૃણ માટે ઈલાયચી સારી નથી માનવામાં આવતી.

ડાયાબિટીશના દર્દી

જો તમે ડાયાબિટીશ કંટ્રોલ કરવાની દવા ખાઈ રહ્યા હોય, તો પણ તમારે વધારે પડતી ઈલાયચી ના ખાવી જોઈએ. ડાયાબિટીશની દવા અને ઈલાયચી એકસાથે ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઈ શકે છે.

લો બ્લડ પ્રેશર

લો બ્લડ પ્રેશર હોય તેવા લોકોએ પણ ઈલાયચી ના ખાવી જોઈએ. જો કે હાઈ બ્લડ પ્રેશરમાં ઈલાયચી ફાયદેમંદ નીવડી શકે છે.

અપચો

જો કોઈને પેટ સાથે સંકળાયેલી કોઈ સમસ્યા હોય, ખાસ કરીને અપચો અને કબજિયાત તો તેવા લોકોએ પણ ઈલાયચી ના ખાવી જોઈએ. ઈલાયચી ખાવી તમારી પાચન સબંધિત સમસ્યા વધારી શકે છે.

આ 7 વસ્તુઓ પાલક કરતાં વધુ આયર્ન આપે છે