આ 7 વસ્તુઓ પાલક કરતાં વધુ આયર્ન આપે છે


By Vanraj Dabhi11, Feb 2025 02:57 PMgujaratijagran.com

પાલક કરતાં વધુ આયર્ન

પાલક આયર્નનો સારો સ્ત્રોત છે, પરંતુ કેટલાક ખોરાક એવા છે જે વધુ માત્રામાં આયર્ન પૂરું પાડે છે.

સૂકા ટામેટાં

સુકવેલા ટામેટાંમાં પાલક કરતાં લગભગ 3 ગણું વધુ આયર્ન હોય છે, જે તેમને આયર્નનો ઉત્તમ સ્ત્રોત બનાવે છે.

કોળાના બીજ

કોળાના બીજ આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત છે, 100 ગ્રામ કોળાના બીજમાં લગભગ 15 મિલિગ્રામ આયર્ન હોય છે, જે પાલક કરતા અનેક ગણું વધારે છે.

સોયાબીન

સોયાબીનમાં પાલક કરતાં વધુ આયર્ન હોય છે. સોયાબીનમાં આયર્નનું પ્રમાણ વધુ હોવાથી, તેને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

સૂકી ચોળી

સૂકી ચોળા કે ચોળીમાં આયર્નનો સારો સ્ત્રોત છે, તેમાં આયર્નની માત્રા વધુ હોય છે, અને તેને દાળ, સલાડ અથવા સૂપ તરીકે ખાઈ શકાય છે.

જુવાર- ક્વિનોઆ

જુવારને અંગ્રેજીમાં ક્વિનોઆ કહે છે, આ એક સંપૂર્ણ પ્રોટીન છે અને આયર્નનો સારો સ્ત્રોત છે, જેમાં પ્રતિ 100 ગ્રામમાં લગભગ 2.8 મિલિગ્રામ આયર્ન હોય છે.

ચોકલેટ

ડાર્ક ચોકલેટ પણ આયર્નનો સારો સ્ત્રોત છે, તેમાં આયર્નની માત્રા વધુ હોય છે.

માંસાહારી ખોરાકનો ઉપયોગ

માંસાહારી ખોરાક આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત છે, ખાસ કરીને બકરીનું માંસ જેમાં આયર્ન હોય છે જે શરીર દ્વારા સરળતાથી શોષી શકાય છે.

જો તમે દરરોજ એક કેળું ખાશો તો શું થશે?