કરી પત્તા અર્થાત મીઠા લીમડાના પાનમાં ફાઈબર, આયરન,કેલ્શિય, ફોસ્ફરસ, વિટામિન A, B, C અને E જેવા જરૂરી પોષક તત્વો મળી આવે છે. જે વ્યક્તિના પાચન ક્રિયા, વાળ અને ડાયાબિટીસ જેવી સમસ્યામાં ફાયદેમંદ નીવડે છે.
લીમડાના પાન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે, પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન કરતાં પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને જેમનું સ્વાસ્થ્ય નબળું રહેતું હોય કે પછી કોઈ ખાસ દવા લેતા હોય, તેવા લોકોએ લીમડાના પાન ઉપયોગમાં લેતા પહેલા તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.
તો ચાલો ક્લીનિકલ ન્યૂટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન ગરિમા ગોયલ પાસેથી જાણીએ કે, કેટલાક લોકોએ મીઠો લીમડો અર્થાત કરી પત્તાના પાન ખાવાથી દૂર રહેવું જોઈએ.
સ્તનપાન કરાવતી મહિલાઓએ કરી પત્તા અર્થાત મીઠો લીમડો ખાતા પહેલા તબીબની સલાહ લેવી જરૂરી છે. જે ગર્ભસ્ત શિશુના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.
જે લોકોનું બ્લડપ્રેશર હંમેશા હાઈ કે લૉ રહેતું હોય,તો તેમણે પણ મીઠો લીમડો ખાતા પહેલા તકેદારી રાખવી જોઈએ. કરી પત્તા બીપીની દવાઓ પર વિપરિત અસર કરી શકે છે.
જો તમે કોઈ બીમારીની દવા લઈ રહ્યા હોય, તો મીઠો લીમડો ખાતા પહેલા એકવખત તબીબની સલાહ અચૂક લેવી જોઈએ, કારણ કે કરી પત્તા કેટલીક દવાઓ સાથે રિએક્ટ કરી શકે છે.
મીઠો લીમડો નાના બાળકોને બને ત્યાં સુધી ના ખવડાવવો જોઈએ. બાળકોનું પાચન તંત્ર પુરી રીતે વિકસિત નથી હોતું, જેના પરિણામે કરી પત્તા ખાવાથી બાળકોને ગેસ કે પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.
જો મીઠો લીમડો ખાધા પછી પેટમાં બળતરા, ગેસ કે કોઈ અસામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જોઈએ. સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારનો રિસ્ક લેવું નહી. દરેક વસ્તુ લિમિટમાં અને યોગ્ય સલાહ બાદ જ લેવી હિતાવહ છે.