ટીબી એક જીવલેણ બીમારી છે અને યોગ્ય સમયે તેના લક્ષણો ઓળખવામાં ના આવે, તો આગળ જતાં અનેક ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ જીવલેણ બીમારીને સમયસર ઓળખીને સારવાર શરૂ કરી દેવાથી બીજી અનેક ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
હંમેશા ટીબીની બીમારીને લઈને લોકોમાં જાણકારીનો અભાવ હોય છે. જેના કારણે લોકો તેને જલ્દી ઓળખી શકતા નથી. એવામાં આજે અમે આપને ટીબીના કેટલાક એવા લક્ષણો વિશે જણાવીશું, જેની મદદથી આ બીમીરને તમે શરૂઆતના સ્ટેજમાં જ ઓળખી શકો છો.
ટીબીની બીમારી થવા પર નાભિ અર્થાત ડુંટીની આસપાસ સામાન્ય તો ઘણી વખત તીવ્ર દુખાવો ઉપડે છે. આ દુખાવો લાંબા સમય સુધી રહે છે.
જો કોઈ કારણ વિના તમારું વજન સતત ઉતરવા લાગતું હોય, તો તે પણ TBનું લક્ષણ હોઈ શકે છે.
જો તમને ડાઈઝેશનમાં સતત ગરબડ રહેતી હોય, તો તે કબજિયાતનું કારણ હોઈ શકે છે. ટીબીના કારણે ઘણી વખત ઝાડા થાય તો ક્યારેક કબજિયાતની સમસ્યા પણ રહી શકે છે.
ટીબીની બીમારી થવા પર હંમેશા ગેસની સમસ્યા રહે છે. જેના પરિણામે કશુંક પણ ખાવ, તે સાથે જ પેટ એકદમ ભારે થઈ જાય છે.
ટીબીની સમસ્યા થવા પર હંમેશા થાક અને નબળાઈનો સામનો કરવો પડે છે. જેના પરિણામે તમે આખો દિવસ લો ફિલ કરો છો.