Kaushik Bharwad: કપડાં મેચિંગ સોંગ ફેમ કૌશિક ભરવાડ કોણ છે, જાણો


By Vanraj Dabhi20, Sep 2024 03:09 PMgujaratijagran.com

નવરાત્રિ 2024

નવરાત્રિ 2024 આગામી 3 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે ખૈલૈયાઓ અને આયોજકો ગરબે ઘૂમવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.

મેચિંગ ક્રેઝ

ખૈલૈયાઓ કપડાં મેચિંગ કરી રહ્યા છે તો આયોજકો ગ્રાઉન્ડ અને મ્યૂઝિક સિસ્ટમના તાલ મેચિંગ કરી રહ્યા છે.

કપડાં મેચિંગ સોંગ

હાલ ગુજરાતી કલાકાર કૌશિક ભરવાડનું આલબમ સોંગમાં કપડાં મેચિંગ સોંગ ધૂમ મચાવી રહ્યું છે.

કૌશિકભાઈનું ગામ

કૌશિક ભરવાડ અમદાવાદ જીલ્લામાં આવેલ સાણંદ તાલુકાના દરણ ગામમાં રહે છે.

પરિવાર

કૌશિક ભરવાડમાં પત્ની અને 2 બાળકો સાથે દરણ ગામે રહે છે.

સંઘર્ષથી સફળતા

કૌશિક ભરવાડએ અથાગ પ્રયત્નો કર્યા પછી ગુજરાતી સિંગરને મોટા સ્ટેજ પર જવાનો મોકો મળ્યો છે.

સમાજનું ગૌરવ

ભરવાડ સમાજમાંથી આવતા કૌશિક ભરવાડની લોકચાહના ખૂબ વધી છે.

આલ્બમ સોંગ

કૌશિક ભરવાડ ઘણા બધા આલ્બમ સોંગ બનાવી ચૂક્યા છે.

અભ્યાસ

સંઘર્ષવાળી પરિસ્થિતિ હોવાથી ગુજરાતી સિંગર કૌશિકભાઈ માત્ર 3 ચોપડી સુધીનો જ અભ્યાસ કરી શક્યા છે.

ફેમસ આલ્બમ સોંગ

કૌશિક ભરવાડના ફેમસ આલ્બમની વાત કરીએ તો તમણે ઠાકર કરે ઈ ઠીક, DJ દ્વારકાવાળો, દોસ્ત મારો જિગરજાન લાખોમાં એક આ બધા ગીતો લોકોને ખૂબ પસંદ આવ્યા છે.

Jalebi Recipe: હોમ મેઈડ જલેબી બનાવવાની યુનિક રેસીપી