દેરક ગુજરાતીની ફેવરીટ મીઠાઈ જલેબી છે. ટ્રેડિશનલ જલેબીની રેસીપી તમે ઘરે ટ્રાય કરીને નાસ્તા પીરસી શકો છો.
મેંદો,આરારોટ,બેકિંગ પાઉડર,હળદર ,દહીં,પાણી,ખાંડ,કેસર,ઘી,એલચીનો પાઉડર,લીંબુનો રસ.
એક બાઉલમાં મેંદો,કોર્ન ફ્લોર,બેકિંગ પાઉડર,હળદર અને દહીં ઉમેરો.
હવે તેમાં જરૂર મુજબ પાણી નાથીને બેટર બનાવો.
હવે બેટરના બાઉલને ઢાંકીને 24 કલાક માટે આથો સેટ થવા મૂકો.
હવે ચમચી વડે બેટરને સારી રીતે ફેટી લો અને એક સોસની બોટમાં બેટર ભરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ગોળ ગોળ જલેબી બનાવો.
હવે એક તપેલીમાં ખાંડ,કેસર,એલચી પાવડર ઉમેરીને થોડીવાર ઉકાળી ચાસણી બનાવી લો.
હવે તળેલી જલેબીને આ ચાસણીમાં થોડીવાર પલાળી રાખો અને પછી સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.