Colon Cancer: આંતરડાનું કેન્સર થવાનો ખતરો કેવા લોકોને સૌથી વધુ હોય છે?


By Sanket M Parekh25, Apr 2025 04:02 PMgujaratijagran.com

ગંભીર બીમારી

આંતરડાનું કેન્સર એક ગંભીર બીમારી છે, જે આંતરડના અંદરના પડથી શરૂ થઈને શરીરના અન્ય અંગો સુધી ફેલાય શકે છે. આથી સમયસર તેના લક્ષણો ઓળખવા ખૂબ જ આવશ્યક છે.

એક્સપર્ટનો અભિપ્રાય

સીનિયર ઓન્કોલોજિસ્ટ ડૉ. નિખિલ અગ્રવાલના જણાવ્યા મુજબ, બાઉલ કેન્સર અર્થાત આંતરડાનું કેન્સર થવાથી તમારા શરીરમાં જોવા મળતા કેટલાક લક્ષણો આ પ્રકારના છે.

બાઉલ કેન્સરનો ખતરો

બાઉલ કેન્સરનો ખતરો એવા લોકોને સૌથી વધુ રહે છે, જેઓ પ્રોસેસ્ડ ફૂડ, ઓઈલી ડાયટ અને ખૂબ ઓછા ફાઈબરયુક્ત ફૂડ ખાતા હોય.

ગંભીર સમસ્યા

મોટાપો, ડાયાબિટીસ, સ્મોકિંગ, ડ્રિન્કિંગ અને જીનેટિકલ કારણોસર આંતરડાના કેન્સરનો ખતરો વધી શકે છે. આથી તેનાથી બચવું આવશ્યક છે.

આંતરડાના કેન્સરના લક્ષણો

શરૂઆતમાં આંતરડાના કેન્સરના લક્ષણો ખૂબ જ સામાન્ય હોઈ શકે છે. જેમ કે કબજિયાત, ઝાડા, પેટમાં ચૂંક વગેરે. જો કે સમય જતાં આ લક્ષણો ગંભીર બને છે અને ધ્યાન ના આપવામાં આવે, તો તકલીફ વધી જાય છે.

મળમાંથી લોહી પડવું

મળમાં લોહી આવવું, એનીમિયા, પેટમાં સતત દુખાવો અને મળાશયમાં ગાંઠ બનવી આ બીમારીના શરૂઆતના સંકેત હોઈ શકે છે. જેને ક્યારેય નજરઅંદાજ ના કરવા જોઈએ.

પેશાબમાં બળતરા

કેટલાક લોકોને પેશાબમાં બળતરા કે લોહી પડતું હોય છે.આ સાથે જ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે, જે ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે.

આંતરડાના કેન્સરથી કેવી રીતે બચવું

આંતરડાના કેન્સરથી બચવા માટે લીલા શાકભાજી, ફળ, આખું અનાજ અને પોષ્ટિક આહારને તમારી ડાયટમાં અચૂક સામેલ કરવા જોઈએ.

હેલ્ધી લાઈફસ્ટાઈલ

નિયમિત એક્સરસાઈઝ, તણાવથી મુક્તિ અને પુરતી ઊંઘ આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કેન્સર જેવી બીમારીથી બચાવે છે. જો તમને પણ શરીરમાં ઉપરોક્ત કોઈ લક્ષણો જણાય, તો તાત્કાલિક તબીબી તપાસ કરાવીને સારવાર શરૂ કરવી હિતાવહ છે.

લૂ લાગવાનું જોખમ સૌથી વધારે કોને રહેલું છે